Home> Gujarat
Advertisement
Prev
Next

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર; આ પાક વાવ્યો હશે તો બની જશો અમીર! માર્કેટયાર્ડમાં તેજી ફૂંકાઈ

ઉત્તર ગુજરાતમાં તમાકુનું સૌથી મોટું બજાર ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલું છે. ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષે તમાકુની વિશેષ આવક થાય છે. ત્યારે ચાલુ સાલે ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષની જેમ તમાકુની આવક નોધપાત્ર વધી છે.

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ખુશખબર; આ પાક વાવ્યો હશે તો બની જશો અમીર! માર્કેટયાર્ડમાં તેજી ફૂંકાઈ
  • ઉત્તર ગુજરાતના સૌથી મોટા તમાકુ માર્કેટમાં મબલખ આવક
  • ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની મબલખ આવક
  • એક જ દિવસમાં તમાકુ ની 1 લાખ બોરી તમાકુની આવક
  • સારી ગુણવત્તા વાળી તમાકુનું ઉત્પાદન થતા તમાકુમાં તેજી ફૂંકાઈ
  • ગત વર્ષે તમાકુના ભાવ 2500 થી 3251 રૂપિયા હતા
  • ચાલુ સાલે તમાકુના 2700 થી 3200 રૂપિયા ભાવ સારા મળ્યા

તેજસ દવે/મહેસાણા: મહેસાણા જીલ્લાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક આવક નોધાઇ છે. માર્ચ એન્ડીંગના વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડ ખુલતા જ રેકોર્ડ બ્રેક 1 લાખ તમાકુ બોરી ની આવક નોધાઇ છે. ગત વર્ષે સારા ચોમાસાના કારણે ચાલુ સાલે તમાકુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું હતું અને તેના જ કારણે તમાકુ ની આવક વધી છે. જો કે તમાકુના સારા પાકના કારણે ચાલુ સાલે આવક વધવા છતાં તમાકુ બજારમાં સરેરાશ ભાવ મળી રહ્યા છે.

fallbacks

પત્નીના અંગત ફોટા, 4 લાખની લોન...આરી વડે મિત્રના 9 ટુકડા, સ્ત્રી વેશ ધારણ કરી નિકાલ

ઉત્તર ગુજરાતમાં તમાકુનું સૌથી મોટું બજાર ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલું છે. ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષે તમાકુની વિશેષ આવક થાય છે. ત્યારે ચાલુ સાલે ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષની જેમ તમાકુની આવક નોધપાત્ર વધી છે. તમાકુની આવક વધવાનું કારણ સારા ચોમાસા બાદ ખેડૂતોએ તમાકુનું વિશેષ વાવેતર માનવામાં આવી રહ્યું છે.

ફાઈટર પ્લેન કેમ થયું ક્રેશ? વાયુસેનાએ જણાવી અંદરની વાત, ઘટનામાં 1 પાયલોટનું મોત

તમાકુનું વિશેષ વાવેતર અને વાવેતર બાદ તમાકુના સારા પાકથી મહેસાણા જીલ્લામાં સૌથી મોટા તમાકુ માર્કેટ ઉનાવામાં તેજીનો પવન ફૂંકાયો છે. માર્ચ એન્ડીગના હિસાબોના રજાઓના વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડ શરુ થતાની સાથે જ 1 લાખ તમાકુ બોરીની બમ્પર આવક નોધાઇ છે. ગત વર્ષે તમાકુના ભાવ ૨૦ કિલોના 2500 થી 3251 રૂપિયા હતા. જયારે હાલમાં તમાકુમાં તમાકુના ભાવ રૂપિયા 2700 થી 3200 રૂપિયા નોધાયો છે.

જોજો! આનંદ ન પડી જાય ભારે: ગુજરાતના આ વોટર પાર્કમાં જતી વખતે ખાસ રાખજો સાવધાની, નહીં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More