Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : 13 વર્ષની બાંગ્લાદેશી સગીરાનું અપહરણ કરીને દેહ વેપારમાં ધકેલવાના કેસમાં રાજકોટના પીઆઈએ સગીરાને સલામત છોડવી. છેલ્લા 2 વર્ષથી સગીરાને શારીરિક શોષણ કરીને વેચી નાંખવાના રેકેટનો પર્દાફાશ થયો. મહિલા પોલીસના AHTU માં હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. શું હતું હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક જોઇએ આ અહેવાલમાં.
અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશથી હ્યુમન ટ્રાફિકિંગનો નેટવર્કનો મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટના એક પીઆઈએ એક સગીરાને દેહ વ્યાપારના ધંધામાંથી સલામત છોડાવતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઘટનાની વાત કરીએ, તો 11 વર્ષની ઉમરની સગીર બાળકીનું બાંગ્લાદેશથી નિઝામ અને હસીના નામના આ બન્ને આરોપીઓએ સગીરાને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી લાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશથી જંગલ મારફતે કોલકાત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયામાં લાવ્યા હતા. આ સગીરાને નિઝામ અને હસીના એ નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિનાને રૂપિયા 40 હજારમાં વેચી દીધી હતી.
તો બીજી તરફ, ગુમ સગીરાને લઈને બાંગ્લાદેશમાં અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી. આ દરમિયાન બાંગ્લાદેશની એક એનજીઓએ દિલ્હીના ફ્રીડમ એનજીઓને બાળકી અંગે માહિતી આપી હતી. જે ફ્રીડમ એનજીઓ સગીરાને શોધવા માટે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ પોલીસને અરજી કરી હતી. જેની અમદાવાદ AHTU દ્વારા તપાસ ચાલી રહી હતી. જે અરજી આધારે સગીરાને શોધવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે.
પાટીદાર Vs ક્ષત્રિયની લડાઈમાં સમાધાન, ગોંડલને મિરઝાપુર ગણાનારાને ગણેશ ગોંડલનો જવાબ
હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ રાજકોટના ફરજ બજાવતા પીઆઈ જી.આર. ચૌહાણે કર્યો છે. પીઆઈ જી.આર. ચૌહાણ અગાઉ મહિલા પોલીસના AHTU માં ફરજ બજાવતા હતા. તે દરમિયાન એન.જી. ઓ દ્વારા સગીરા ના ગુમ થવાની કરાયેલી અરજી ની તપાસ આર.જી.ચૌહાણ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા રાજકોટ ખાતે બદલી થઈ હતી. જેથી સગીરાની તપાસ અટકી હતી મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુમ થયેલી સગીરાની માહિતી પીઆઈ ચૌહાણને આપી હતી. જેથી પીઆઈએ રાજકોટથી અમદાવાદ નારોલમાં સગીરાને શોધીને આ રેકટનો પર્દાફાશ કર્યો હતો.
બાંગ્લાદેશથી અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં મહિલા પોલીસે AHTU માં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોક્સો, બળાત્કાર અને હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો નોંધી સગીરા ખરીદનાર મહિલા સુલોતાસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે આ હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કમાં મોટો ખુલાસો થયો છે. બાંગ્લાદેશની સગીરાઓનો સોદો કરીને ગુજરાતમાં લાવવામા આવે છે. કહેવાય છે કે, દલાલોએ બાંગ્લાદેશની 50 જેટલી સગીરાઓને ગુજરાતમાં દેહવિક્રયના ચક્રમાં ફસાવી છે. જેમાં સગીરાનો સોદો કરનાર ગેંગ દ્વારા બાંગ્લાદેશથી 50 જેટલી સગીરાઓનું અપહરણ તેને કરીને ગુજરાતમાં લાવીને દેહવિક્રયના કાળા ધંધામાં ધકેલી છે. આ ઉપરાંત, જેમાં ચાંદલોડિયામાં વિસ્તારમાં સગીરાને છુપાવનાર આરોપીઓ અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
ખેડા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યું, કેસરીસિંહ સોલંકીનો પપ્પુ પાઠક પર મોટો આક્ષેપ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે