Home> Gujarat
Advertisement
Prev
Next

MORBI: કોરોનાની આફત ખાનગી હોસ્પિટલો, લેબોરેટરીઓ માટે કમાવાની સિઝન ખીલી, માનવતા નેવે મુકી

છેલ્લા લાંબા સમયથી  કોરોનાની સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. રોજના સરેરાશ 5000 થી વધારે કેસ આવી રહ્યા છે. તેવામાં ખાનગી ડોક્ટર્સ અને લેબોરેટરી ધરાવતા લોકો માટે જાણે કમાવાની સિજન આવી હોય તે પ્રકારે આ લોકો માનવતા નેવે મુકીને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન કરતા બિલ્ડીંગોએ માનવતા નેવે મુકી દીધી છે. સીટી સ્કેન સહિતની તમામ ટેસ્ટમાં બમણા અને ત્રણગણા ભાવ વસુલી રહ્યા છે. ડોક્ટરીનાં નામે કાળા બજારી ચાલુ કરી છે. 

MORBI: કોરોનાની આફત ખાનગી હોસ્પિટલો, લેબોરેટરીઓ માટે કમાવાની સિઝન ખીલી, માનવતા નેવે મુકી

મોરબી : છેલ્લા લાંબા સમયથી  કોરોનાની સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. રોજના સરેરાશ 5000 થી વધારે કેસ આવી રહ્યા છે. તેવામાં ખાનગી ડોક્ટર્સ અને લેબોરેટરી ધરાવતા લોકો માટે જાણે કમાવાની સિજન આવી હોય તે પ્રકારે આ લોકો માનવતા નેવે મુકીને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મોરબીની લેબોરેટરી અને સીટી સ્કેન કરતા બિલ્ડીંગોએ માનવતા નેવે મુકી દીધી છે. સીટી સ્કેન સહિતની તમામ ટેસ્ટમાં બમણા અને ત્રણગણા ભાવ વસુલી રહ્યા છે. ડોક્ટરીનાં નામે કાળા બજારી ચાલુ કરી છે. 

fallbacks

SURAT: દિયરે પોતાની ભાભીને કમરથી પકડીને ઉચકી લીધી કહ્યું ભાઇનું મોત ભલે થયું હું મોજ કરાવીશ

વિવિધ ટેસ્ટની કિંમતો પરણ કોઇ પ્રકારની લગામ જ નથી મન ઇચ્છીત કિંમતો વસુલવામાં આવી રહી છે. આજે ત્રણ અને ચાર હજાર કિંમત કરી નાખવામાં આવી રહી છે. માણસની આર્થિક સ્થિતી કે કોઇ પણ જોયા વગર જ કાચી ચીઠ્ઠી અને પહોંચ બનાવીને લોકોને વેતરવામાં આવી રહ્યા છે. આટલા રૂપિયા ખર્ચવા છતા પણ તત્કાલ રિપોર્ટ નથી કરવામાં આવતો. તેમની પાસેથી તમામ નાણા એડવાન્સ લઇને તેમને ફોન કરીને બોલાવીશું તેવો વાયદો કરવામાં આવે છે. 

SURAT: એક તો સંક્રમણ અને ઉપરથી Lockdown નો ડર, પરપ્રાંતીઓની ફરી હિજરત શરૂ

એક તરફ કોરોના જેવી મહામારી બીમારીમાં લોકો મદદ માટે સ્વખર્ચે કેમ્પ કોવિડ સેન્ટર ખોલી રહ્યા છે ત્યારે આવા સીટી સ્કેન કરતા ડોક્ટરો દ્વારા જાણે કમાવવાની મોસમ ખીલી હોય તેમ બેફામ ભાવ વસુલવામાં આવી રહ્યા છે. જે ખુબ જ શરમજનક બાબત છે. તંત્ર દ્વારા આ અંગે કોઇ પગલા લેવામાં આવે તે ખુબ જ જરૂરી છે. જો જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલા ઉઠાવવામાં નહી આવે તો આ કાળાબજારીવધારે મોટા પ્રમાણમાં ફુલેફાલે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More