Home> Gujarat
Advertisement
Prev
Next

ભરૂચમાં ખાનગી કંપનીની 4 જગ્યા માટે સેંકડો ઉમેદવારો ઉમટી પડ્યાં, બેકાબુ સ્થિતિને પહોંચી વળવા પોલીસ બોલાવવી પડી

સરકારી ભરતીમાં તો સેંકડો જગ્યાઓ માટે લાખો અરજીઓ આવતી હોય છે જો કે, ભરૂચમાં આજે એક ખાનગી કંપની દ્વારા ચાર જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની જાહેરાત આપતા 500 થી 700 જેટલા ઉમેદવારો ઉમટી પડ્યાં હતા. ઇન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતા વધારે ઉમેદવારો એકત્ર થતા અફડાતફડી સર્જાઇ હતી. જેના પગલે સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે ઇન્ટરવ્યુ સ્થળ પર આવી શક્તિ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. 

ભરૂચમાં ખાનગી કંપનીની 4 જગ્યા માટે સેંકડો ઉમેદવારો ઉમટી પડ્યાં, બેકાબુ સ્થિતિને પહોંચી વળવા પોલીસ બોલાવવી પડી

ભરૂચ : સરકારી ભરતીમાં તો સેંકડો જગ્યાઓ માટે લાખો અરજીઓ આવતી હોય છે જો કે, ભરૂચમાં આજે એક ખાનગી કંપની દ્વારા ચાર જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની જાહેરાત આપતા 500 થી 700 જેટલા ઉમેદવારો ઉમટી પડ્યાં હતા. ઇન્ટરવ્યૂ સ્થળ પર ધાર્યા કરતા વધારે ઉમેદવારો એકત્ર થતા અફડાતફડી સર્જાઇ હતી. જેના પગલે સ્થિતિને થાળે પાડવા માટે પોલીસે ઇન્ટરવ્યુ સ્થળ પર આવી શક્તિ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. 

fallbacks

IT દરોડામાં MEDIA કંપનીમાંથી એક ખટારો ભરીને સોનું ઝડપાયું, 1000 કરોડના બેનામી વ્યવહાર

UPL -5 કંપનીએ પ્લાન્ટ ઓપરેટર, મિકેનિકલ, યુટીલિટી ઓપરેટર્સ અને મિકેનિકલ એન્જીનિયર્સની 5 પોસ્ટ માટે શુક્રવારે સવારે 9થી બપોરે 2 કલાક સુધી ઇન્ટરવ્યુંનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેર ABC છોકડી નજીક આવેલી લોર્ડસ રંગ ઇન હોટલમાં આયોજિત આ ઇન્ટરવ્યૂમાં વહેલી સવારથી જ જિલ્લા અને રાજ્યના બેરોજગાર યુવાનો રોજગારી મેળવવા માટે તુટી પડ્યા હતા. બેરોજગાર યુવાનો એટલા મોટા પ્રમાણમાં આવી ગયા હતા કે, સ્થિતિ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. 

યુવકે માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને જે હેવાનિયત કરી તે ખુબ જ ચોંકાવનારી

હોટલની બહાર 500 થી 700 ઉમેદવારોના ટોળા જામતા કોરોના મહામારીમાં જાહેરનામા ભંગને લઇને સી ડિવિઝન પોલીસે એન્ટ્રી કરી હતી. રોજગાર માટે ઉમટી પડેલી યુવાનોની ભીડને વિખેરી પોલીસે ઇન્ટર્વ્યુ રાખનાર કંપની સત્તાધીશો અને હોટલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, કંપનીને પણ આટલા મોટા પ્રમાણમાં ઉમેદવારો આવશે તેવી આશા નહોતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More