Home> Gujarat
Advertisement
Prev
Next

તાઉતે વાવાઝોડાની સહાય: આટલા તાલુકાના ખેડૂતોને મળશે, જાણો કેવી રીતે મળશે સહાય?

તૌકતે વાવાઝોડાનાં કારણે થયેલા નુકસાનમાં વળતર બાબતે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર યોગ્ય નહી હોવાનાં મુદ્દે પહેલાથી જ વિપક્ષ ગુજરાત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. તેવામાં હવે વધારે એક વિવાદ પેદા થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 

તાઉતે વાવાઝોડાની સહાય: આટલા તાલુકાના ખેડૂતોને મળશે, જાણો કેવી રીતે મળશે સહાય?

ગાંધીનગર : તૌકતે વાવાઝોડાનાં કારણે થયેલા નુકસાનમાં વળતર બાબતે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર યોગ્ય નહી હોવાનાં મુદ્દે પહેલાથી જ વિપક્ષ ગુજરાત સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. તેવામાં હવે વધારે એક વિવાદ પેદા થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 

fallbacks

સરકારનાં નવા આદેશ અનુસાર, 33 ટકા કરતાં ઓછું નુકસાન વાવાઝોડા ને કારણે થયુ‌ હશે તે ખેડૂતોને સહાય નહીં મળી શકે. SDRF ઉપરાંત રાજ્ય બજેટ ફંડમાંથી તાઉતે વવાઝોડાના અસરગ્રસ્તોને સહાય તો અપાશે પરંતુ તેવા ખેડૂતોને જ અપાશે જેમને 33 ટકા કરતા વધારે નુકસાન આ વાવાઝોડા દરમિયાન થયું હોય. વાવાઝોડું કૃષિ રાહત પેકેજના નામે ખાસ પેકેજ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

ઉનાળુ અને બાગાયતી પાકોમાં 33 ટકાથી વધારે નુકશાની હશે તો જ સહાય ચૂકવવામાં આવશે. 33 ટકાથી ઓછી નુકસાનીમાં સરકાર દ્વારા કોઇ સહાય ચુકવવામાં આવશે નહી. 8 અ ખાતાદીઠ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. લાભ મેળવવા ખેડૂતોએ અરજી કરવાની રહેશે અને તેની સાથે 8અ ની નકલ, પાક વાર વાવેતર વિસ્તાર, બાગાયત કિસ્સામાં ઝાડની સંખ્યા સહિત નમૂનાઓ જોડવાના રહેશે

જો કે આ નુકસાનમાં પણ સરકારે નક્કી કરેલા તાલુકાઓને જ સહાય મળવા પાત્ર રહેશે. અન્ય તાલુકામાં નુકસાન થયું હશે તો સહાય મળી શકશે નહી. આ સહાય માટે ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી, ખેડા અને ભાવનગર જિલ્લાના 11-11 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જૂનાગઢ જિલ્લાના 10 તાલુકા, બોટાદ જિલ્લાના 4 તાલુકા, નવસારી જિલ્લાના 6 તાલુકા અને સુરત જિલ્લાના 14 તાલુકાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વલસાડ, અમદાવાદ અને ભરૂચ જિલ્લા ના 5-5 તાલુકા ગાંધીનગર જિલ્લા ના 4 તાલુકા સહિત 12 જિલ્લા ના 92 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More