અમદાવાદ :અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતિ પત્નીનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિએ ચુંબન કરવાના બહાને પત્નીની જીભ કાપી નાખી હતી. જેમ પત્નીએ જીભ આગળ કરી તેમ પતિએ છરી વડે જીભ પર ઘા માર્યો હતો. પત્નીને જીભ પર ઘા મારી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, તેણે પત્નીને ક્યાં કારણોસર જીભ પર ઘા માર્યું તે હાલ અકબંધ છે. જોકે, પત્નીએ પતિ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બન્યું એમ હતું કે, વેજલપુર વિસ્તારમાં રહેતા મહેરાજ સોસાયટીમાં અય્યુબભાઈ મન્સૂરી રહે છે. વ્યવસાયે નર્સ એવા અયુબભાઈએ બીજા લગ્ન કર્યા હતા. લગ્ના થોડા દિવસો બાદ જ પત્ની સાથે તેમના ઝઘડા શરૂ થયા હતા. બંને વચ્ચે તકરારો વધી રહી હતી. ત્યારે બુધવારની રાત્રે અય્યુબભાઈએ પત્નીને કિસ કરવાનું કહ્યું હતું. ત્યારે પત્ની પર ગુસ્સે થયેલા પતિએ બદલો લીધો હતો અને પત્નીએ જેમ કિસ માટે જીભ આગળ કરી તેમ તેણે તરત જીભ પર છરી ફેરવી હતી. ત્યાર બાદ પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ
પતિની આ હરકત બાદ પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલ પત્ની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ વેજલપુરનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે