Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતીએ પ્રેમ લગ્ન કર્યાના 4 વર્ષ બાદ પતિ અન્ય સ્ત્રી સાથે લંડન ભાગી ગયો, અંધારામાં રાખી છુટાછેડા લીધા

નાની ઉંમરમાં પ્રેમ લગ્ન કરી સુખી સંસારના સ્વપ્ન સેવતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આણંદ ખાતે રહેતીએક યુવતીએ અન્ય જ્ઞાતીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પતિ અને ઘરના સભ્યો દ્વારા તેની પર ત્રાસ ગુજારીને ઠગાઇથી છુટાછેડાના કાગળો પર સહી કરાવીને પતિ અન્ય ખંભાતી યુવતી સાથે લંડન ભાગી ગયો હતો. આ અંગે મહિલા દ્વારા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

યુવતીએ પ્રેમ લગ્ન કર્યાના 4 વર્ષ બાદ પતિ અન્ય સ્ત્રી સાથે લંડન ભાગી ગયો, અંધારામાં રાખી છુટાછેડા લીધા

આણંદ : નાની ઉંમરમાં પ્રેમ લગ્ન કરી સુખી સંસારના સ્વપ્ન સેવતી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આણંદ ખાતે રહેતીએક યુવતીએ અન્ય જ્ઞાતીમાં પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પતિ અને ઘરના સભ્યો દ્વારા તેની પર ત્રાસ ગુજારીને ઠગાઇથી છુટાછેડાના કાગળો પર સહી કરાવીને પતિ અન્ય ખંભાતી યુવતી સાથે લંડન ભાગી ગયો હતો. આ અંગે મહિલા દ્વારા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

fallbacks

આણંદની 24 વર્ષીય યુવતીએ 2017 માં આણંદ વિદ્યાનગર રોડ પર નંદભુમિ સામે રહેતા જીગર અરવિંદ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં સંસાર ખુબ જ સુખરુપ ચાલ્યો હતો. ત્યાર બાદ સાસુ, સસરા અને નણંદ દ્વારા ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. તું અમારી જ્ઞાતીની નથી. તને અમારા રિવાજ નથી આવડતા તેમ કહીને ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. 

જો કે પતિને પણ અન્ય સ્ત્રી સાથે અફેર શરૂ થતા તે પણ ત્રાસ આપતો અને ગાળો આપતો હતો. ત્યાર બાદ એક દિવસ અચાનક અલગ અલગ મિલકતના બાનાખત કરવાનાં છે તેમ કહીને નોટરી એડ્વોકેટ પાસે લઇ ગયો હતો. જ્યાં અનેક કાગળો પર તેની સહી કરાવી લીધી હતી. 

જો કે તેનો પતિ માર્ચ મહિનામાં વેપાર માટે બહાર જવાનું બહાનુ કરીને જતો રહ્યો હતો. ત્યાર બાદ અનેક દિવસો સુધી તેનો નંબર બંધ આવતો હતો. જેથી તેણે ઇમેલ ચેક કરતા પતિ ડીપેન્ડન્ટ વિઝા મેળવી લંડન જતો રહ્યો હોવાનું સામે આવ્યું. તેમાં તપાસ કરતા તે ખંભાતની કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી લંડન જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પરિણીતા માથે આભ ફાટી પડ્યું હતું. 

આ અંગે પરિણીતાએ સાસુ સસરાને જાણ કરતા તેઓએ પણ પુત્રવધુને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તારા કાયદેસર છુટાછેડા થઇ ચુક્યા છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર ષડયંત્રમાં સાસુ-સસરા અને નણંદ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. હાલ તો યુવતીએ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More