Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમિકાને પામવા પતિનું કારસ્તાન, પત્નીને આપતો હતો ડ્રગ્સના ઈન્જેક્શન

હિન્દી ફિલ્મોમાં વિલન દ્વારા મહિલાઓને ડ્રગ્સના ઈન્જેક્શન આપવામાં આવે છે તેવી ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની છે.   

પ્રેમિકાને પામવા પતિનું કારસ્તાન, પત્નીને આપતો હતો ડ્રગ્સના ઈન્જેક્શન

અમદાવાદઃ શહેરમાં પતિ પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. અમરાઇવાડીમાં રહેતી એક મહિલાને તેના પતિ દ્વારા ડ્રગ્સ આપવામાં આવ્યું છે.  પતિએ પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નીને ડ્રગ્સ આપ્યું છે.  છેલ્લા એક મહિનાથી પતિ પોતાની પત્નીને ડ્રગ્સ આપી રહ્યો હતો. આ વાતની જાણ મહિલાના પરિવારને થતાં તેઓ ઘરે પહોચ્યા હતા અને મહિલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાના પરિવારને ઘટનાની જાણ થઇ જતાં પતિ ફરાર થઇ ગયો છે. તો બીજી તરફ અમરાઇવાડી પોલીસે મહિલાના પતિ સામે ફરિયાદ નોંધીને પતિની તપાસ શરૂ કરી છે.. 

fallbacks

અમદાવાદમાં રહેતા કિરણ અને પિંકીના લગ્ન 6 વર્ષ પહેલાં થયા હતા. જેના થકી તેમને 1 પુત્રનો જન્મ થયો હતો. જે હાલમાં 5 વર્ષનો છે. પરંતુ આ દરમિયાન તેના જીવનમાં અન્ય યુવતી આવી અને બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો.  પ્રેમિકાને પામવા માટે કિરણ પોતાની પત્ની સાથે અનેકવાર મારપીટ કરતો હતો. પરંતુ ત્યારબાદ તેણે ગયા મહિનાથી પત્નીને રોજ ડ્રગ્સનું ઈન્જેક્શન આપવાનું શરૂ કર્યુ હતું. આથી પિંકી ઈન્જેક્શનના નશામાં બેભાન હાલતમાં રહી હતી. જોકે સમગ્ર મામલાની જાણ થતાં મહિલાના પરિવારે તપાસ કરતાં દીકરી નશાની સ્થિતિમાં પડી હતી. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું કે મહિલાના પતિ દ્વારા ઘણા સમયથી ડ્રગ્સના ઈન્જેક્શન આપવામાં આવતા હતા અને તેના શરીરમાં હાલમાં 82 ટકા જેટલું ડ્રગ્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More