Home> Gujarat
Advertisement
Prev
Next

પતિએ પ્રેમલગ્નના એક મહિનામાં પત્ની મારીને લાશ સીમમાં દાટી, પિતા દીકરીનું મોઢુ જોવા આવ્યા ત્યારે ભેદ ઉકેલાયો

જૂનાગઢના પ્રેમપરા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિસાવદર પ્રેમપરાના યુવકે પ્રેમલગ્નના એક જ મહિનામાં પત્નીની હત્યા કરી લાશને સીમ વિસ્તારમાં દાટી દીધી હતી. પ્રેમ લગ્ન કરનારા યુવતીને પ્રેમપરા ગામે મળવા આવેલ પિતાને પોતાની દીકરી નહી મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી લાશના અંગો બહાર કાઢીને પતિની ધરપકડ કરી છે. 

પતિએ પ્રેમલગ્નના એક મહિનામાં પત્ની મારીને લાશ સીમમાં દાટી, પિતા દીકરીનું મોઢુ જોવા આવ્યા ત્યારે ભેદ ઉકેલાયો

ભાવિન ત્રિવેદી/ભાવનગર :જૂનાગઢના પ્રેમપરા ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિસાવદર પ્રેમપરાના યુવકે પ્રેમલગ્નના એક જ મહિનામાં પત્નીની હત્યા કરી લાશને સીમ વિસ્તારમાં દાટી દીધી હતી. પ્રેમ લગ્ન કરનારા યુવતીને પ્રેમપરા ગામે મળવા આવેલ પિતાને પોતાની દીકરી નહી મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી લાશના અંગો બહાર કાઢીને પતિની ધરપકડ કરી છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમપરા ગામમાં 32 વર્ષીય જીવરાજ જોગાભાઈ માથાસુરિયા રહે છે, જેને ગીર સોમનાથના અંબાળા ગામની લક્ષ્મી વાઢેલિયા સાથે પ્રેમ થયો હતો. બે મહિના પહેલા જીવરાજ અને લક્ષ્મી ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કર્યા હતા. લગ્નના દોઢ મહિના બાદ લક્ષ્મીના પિતા કરમશીભાઈને દિકરીને જોવાની ઈચ્છા થઈ હતી. જેથી તેઓ પત્ની સાથે દીકરીને મળવા પ્રેમપરા ગામે આવ્યા હતા. પરંતુ જીવરાજના ઘરે લક્ષ્મી ન હતી. તેમણે જીવરાજને લક્ષ્મી વિશે પૂછ્યુ તે તેણે ગોળગોળ જવાબ આપ્યા હતા. જેથી કરમશીભાઈને કંઈક ખોટુ થયાની શંકા ગઈ હતી. આખરે લક્ષ્મીનો ક્યાંય પત્તો ન લાગતા પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. 

fallbacks

વિસાવદર પોલીસે જીવરાજના ઘરે આવીને તેની પૂછપરછ કરી હતી. જેમાં પહેલા તો જીવરાજે પોલીસને ગોથે ચઢાવી હતી. જીવરાજે પોલીસને કહ્યુ હતુ કે, અમે સોમનાથ ગયા હતા ત્યાં લક્ષ્મી દરિયામાં ડૂબી ગઇ છે. પરંતુ પોલીસને જીવરાજ ખોટુ બોલ્યો હોવાનુ જણાયુ હતું. તેની વાત પર વિશ્વાસ ન બેસતા તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે બોલી ગયો હતો કે, તેણે પત્નીની હત્યા કરી હતી અને લાશને સીમ વિસ્તારમાં દાટી દીધી હતી. 

પ્રેમપરાના રોણીયા વિસ્તારમાં ધાબડધોયા નદીના ડેમ પાસે જંગલી પ્રાણીઓએ 8-10 ફૂટ ઊંડું ભોંયરું બનાવ્યું હતું. જીવરાજે લક્ષ્મીની લાશને ખભે ઉપાડીને અહીં લાવી ભોંયરામાં નાંખી દીધી હતી, અે તેના પર માટી નાંખીને દાટી દીધી હતી. જેથી કોઈને શંકા ન જાય. પોલીસે હત્યા સ્થળ પરથી લક્ષ્મીની લાશના અંગો બહાર કાઢ્યા હતા, જે જોઈ માતાપિતાએ આક્રંદ કર્યુ હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More