Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara માં પતિએ આ કારણથી પત્નીનું ગળું દબાવ્યા બાદ સિમેન્ટનો બ્લોક મારી કરી હત્યા

તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી

Vadodara માં પતિએ આ કારણથી પત્નીનું ગળું દબાવ્યા બાદ સિમેન્ટનો બ્લોક મારી કરી હત્યા

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરાના (Vadodara) ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાની મળી આવેલી હત્યા (Women Murder) કરેલી લાશનો પોલીસે (Vadodara Police) ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નીના આડા સંબંધના (Women Affair) વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે.

fallbacks

તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે હરણી પોલીસે (Vadodara Police) અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે મોતને ઘાટ ઉતારાયેલ કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી સહિત પાંચ શકમંદની અટકાયત કરી હતી. જેમાં કોકિલાબેનના પતિએ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નીના આડા સંબંધોના (Women Affair) કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી પતિ વજેસિંહ ડાભી ની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો:- Surat ના ખેડૂતની આધુનિક ખેતી, ઓછી જમીનમાં આયોજનપૂર્વ ખેતી કરી સારી કમાણી

પોલીસની (Vadodara Police) વધુ પૂછપરછમાં હત્યારા પતિ વજેસિંહ ડાભીએ ખુલાસો કર્યો કે તારીખ 12મી માર્ચના રોજ પત્ની કોકિલા બપોરના સમયે ઘરેથી નીકળી ગઈ હતી.અને મોડી સાંજે પરત આવી ન હતી. તેની શોધખોળ કરતા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસેથી મળી આવી હતી. જ્યાં તેની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પણ વાંચો:- ગુજરાતમાં સોનાના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત પહોંચ્યા

મહત્વની વાત છે કે આરોપી અને મૃતકે પ્રેમ લગ્ન કર્યા હતા છતાં પણ આરોપી પતિ વજેસિંહ ને પોતાની પત્ની પર વિશ્વાસ નહોતો. જેથી તેને આડા સંબંધની આશંકામાં પોતાની જ પત્નીની ક્રૂર હત્યા કરી દીધી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે, સાથે જ આરોપીની કોઈએ મદદગારી કરી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More