Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દીધા હતા. પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

ગાંધીનગર : પતિને રોમેન્ટિક ગેમ રમાડવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા માર્યા અને પછી...

ગાંધીનગર : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના ગાંધીનગરમાં બની હતી. ગાંધીનગરમાં એક પત્નીએ પોતાનાં પતિને ઝેર આપ્યું છતા તે મર્યો નહી એટલે ક્રાઇમ સિરિયલની જેમ પોતાના પતિ સાથે બેડરૂમમાં રોમાન્ટિક વાતો કરીને તેની આંખે પાટા બાંધી દીધા હતા અને રમત ચાલુ કરી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દીધા હતા. પાટા બાંધતાની સાથે જ પત્નીએ તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. ચાકુ એટલા ઝનુનથી મરાયા હતા કે પતિના આંતરડા પણ બહાર નિકળી આવ્યા હતા. આ ઉપરાંત મહિલા રોજ સીઆઇડી અને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોતી હોવાનાં કારણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસ પકડથી તે બચી શકી નહોતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

fallbacks

Breaking News: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટિલની નિમણૂક

ગાંધીનગરમાં રહેતા મુળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા જ ભાડાનું મકાન રાખીને ગાંધીનગર રહેતા હતા. પત્નીએ ભભુત આપતા પતિ પર ખાવા માટે તૈયાર થઇ ગયો હતો. જો કે આ ભભુત નહી પરંતુ ઉંદર મારવાની દવા હતી. પતિને ભુભતના નામે પત્નીએ આપેલી 2 કલાક સુધી કોઇ અસર નહી થતા પત્નીની ચિંતા વધી હતી. આખરે તેણે સીરિયલોમાં જોયેલી ટ્રિક અપનાવી અને પતિને વાતોમા ફોસલાવી આંખો પર પાટા બાંધી ચાકુના ઘા મારી દીધા હતા. 

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, તબિયત સુધારા પર

ફિલ્મી પ્લોટ અનુસાર વર્તી રહેલી મહિલાએ વાકાજીના પિતાને ફોન કરીને તેની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. પ્રાથમિક તબક્કે જવાબ આપવાનું ટાળી રહેલી આરોપી મહિલાને પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા તેણે સમગ્ર કહાની કહી હતી. પોલીસે હત્યા માટે વપરાયેલ તમામ વસ્તુઓ એકત્ર કરી હતી. મહિલાનાં ઘાતકી કૃત્ય અને જે પ્રકારે હત્યા કરી હતી તે જનુનથી પોલીસ પણ એક તબક્કે આશ્ચર્ય ચકીત થઇ ગઇ હતી. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More