Home> Gujarat
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયા થકી ફૂટ્યો પતિનો ભાંડો, પત્નીનો આક્ષેપ સસરા અને દિયર કરતા હતા સેક્સની માંગણી

આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા તેણે ધમકી પણ આપી હતી કે તારો પતિ મારો જ છે એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેના સસરા અને દિયર અવારનવાર સેક્સની માગણી કરતા હતા અને સસરા  ક્યારેક ક્યારેક દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરતા હતા.

સોશિયલ મીડિયા થકી ફૂટ્યો પતિનો ભાંડો, પત્નીનો આક્ષેપ સસરા અને દિયર કરતા હતા સેક્સની માંગણી

મૌલિક ધામેચા, અમદાવાદ:  સોશિયલ મીડિયા પર પતિના બીજા લગ્નના ફોટો જોઈને પત્નીએ ઝેરી દવા પીને  આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અનૈતિક સબંધથી ફરી એક સુખી દામ્પત્યજીવનનો કરુણ અંજામ આવ્યો છે. પરિણીતાએ પતિ અને સાસરિયા પર આક્ષેપ કરીને સ્યુસાઇડ નોટ લખતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

fallbacks

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સસરા અને દિયર થી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મહિલાએ જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો તે પહેલાં તેને સ્યુસાઇડ નોટ લખી હતી. સ્યુસાઇડ નોટમાં તેણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધો હતા અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા.

આ મહિલાના પતિએ જે યુવતી સાથે લગ્ન કર્યા તેણે ધમકી પણ આપી હતી કે તારો પતિ મારો જ છે એટલું જ નહીં આ મહિલાએ એવા પણ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેના સસરા અને દિયર અવારનવાર સેક્સની માગણી કરતા હતા અને સસરા  ક્યારેક ક્યારેક દારૂ પીધેલી હાલતમાં છેડતી પણ કરતા હતા.

ઘટનાની વિગત એવી છે કે ગોતામા રહેતી મહિલા એ પતિ સમીરના રેશમા નામની યુવતી સાથેના લગ્નના ફોટો સોશિયલ મિડીયા પર જોયા હતા. તપાસ કરતા પતિની બીજી પત્ની અને એક દિકરીનો ભાંડો ફુટયો હતો. જેથી મનમા લાગી આવતી આશાબેનએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમા આશાબેનની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પીટલમા સારવાર લઈ રહયા છે.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના લગ્ન વર્ષ 2006માં સમીર રામાનુજ સાથે થયા હતા. તેમના સંતાનમાં બે બાળકો છે. સુખી દામ્પત્યજીવન જીવતા હતા જોકે મહિલાની  જાણ બહાર સમીરે રેશમા નામની યુવતી સાથે અનૈતિક સંબંધ શરૂ કર્યો હતો. પાંચ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ લીવ ઈન રીલેશનશીપ માં રહેતો હતો અને ત્યાર બાદ લગ્ન કરી લીધા હતા. જેની જાણ મહિલાને થતા તેમણે આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

બાદમાં તેના પરિવારને જાણ થતાં તેને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેના સસરા તેની સાથે અશ્લીલ માગણી કરતા હતા અને આ બાબતે જ્યારે તેની સાસુ ને ફરિયાદ કરી ત્યારે તેની સાસુએ કહ્યું કે એ તો માગણી કરે અને તારે પૂરી પણ કરવી પડે. 

આટલું જ નહીં આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યા છે કે તેનો દિયર પણ અવારનવાર બીભત્સ માગણી કરતો હતો. જે બાબતે તેણે તેની ભાભી ને જાણ કરતાં ભાભીએ કહ્યું હતું કે આ તો ઘરનો મામલો છે. જેથી સસરા સાસુ અને દિયર તથા ભાભીથી કંટાળેલી આ પરિણીતાએ આખરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનુ છે કે આપઘાતના પ્રયાસને લઈને પોલીસે તપાસ કરતા મહિલાનો પતિ સમીરના 6થી વધુ સ્પા સેન્ટર હોવાનુ ખુલ્યુ છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસે સ્પાની રેડમા તેની વિરૂધ્ધ કાર્યવાહી પણ કરી હતી. મહિલા એ પણ સ્યુસાઈડ નોટમા પતિ કોલ સેન્ટર અને દેહ વેપારનો ધંધો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી સોલા પોલીસ આરોપી સાસરીયા અને પતિની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More