હિતલ પારેખ/ગાંધીનગર :આઈએસએસ લોબીના અતિચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણ કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા મહિલા આયોગમાં નિવેદન લખાવવા આજે બપોરે પહોંચ્યા હતા. મહિલા આયોગ દ્વારા દિલ્હીની પીડિતાના સંદર્ભે મહિલા આયોગમાં હાજર થવા માટે ગૌરવ દહિયાને બે વાર નોટિસ મોકલાવાઈ હતી, જેના બાદ આખરે આ નોટિસના આધારે ગૌરવ દહિયા મહિલા આયોગમાં હાજર થયા હતા.
સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી ગૌરવ દહિયાની મહિલા આયોગમાં પૂછપરછ કરાઈ હતી. આ મામલે મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું કે, આજે ગૌરવ દહીંયા નોટિસ આપીને બોલાવાયા હતા. પીડિતાના ફરિયાદ જવાબ બોલવાયા હતા. ફરિયાદના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અમે તેમને સમજાવ્યા છે. જેટલા પ્રશ્નો હતા તે તમામની ચર્ચા એક કલાક સુધી કરી હતી. હાલ મહિલા આયોગની કાર્યવાહી ચાલુ છે અને બીજી વખત બોલાવવામાં આવશે. બાદમાં બંનેને સાથે રાખીને ચર્ચા કરવામાં આવશે.
વિસનગર બાદ મહેસાણા નગરપાલિકા પણ ભાજપે કબજે કરી, કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપમાં જોડાશે
તો બીજી તરફ, સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનો આર્થિક તોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો દાવો આઈએએસ અધિકારી ગૌરવ દરિયાના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે, મહિલા આયોગમાં પણ ગૌરવ દહિયા દ્વારા રજૂઆત કરવામાં આવી કે એક જ કેસની અલગ-અલગ એજન્સીઓ તપાસ ન કરી શકે. દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ રજૂઆત થઈ હોવાથી દિલ્હી મહિલા આયોગ દ્વારા આ કેસની તપાસ થાય તો તેમને કોઈ વાંધો નથી. રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે તેમની સામે અપીલ કરવાના પરિપેક્ષમાં વકીલનો દાવો છે કે આ મુદ્દા પર ગૌરવ દહિયા પોતે આખરી નિર્ણય લેશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે