Home> Gujarat
Advertisement
Prev
Next

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત વડિયા અને વોરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના 100 જેટલા બાળકોને સનદી અધિકારીઓએ દત્તક લીધા હતા. 

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

વડોદરા : નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત વડિયા અને વોરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના 100 જેટલા બાળકોને સનદી અધિકારીઓએ દત્તક લીધા હતા. 

fallbacks

ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

ગુજરાતના દરિયાકાંઠે ક્યારનો કહેર, 230 થી 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

વડિયા ગામના 37 અને અન્ય ગામોના 100થી વધારે બાળકો દતક લીધા
વડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીડીઓ, ડેપ્યુટી ડીડીઓ, ટીડીઓ નાંદોદ, આરોગ્ય અધિકારી, સરપંચ, તલાટી મંત્રી સહિતના અધિકારીઓ  હાજર રહ્યા હતા. તમામ સનદી અધિકારીઓ અલગ અલગ રાજ્યની કેડરમાં ભલે ફરજ બજાવે પરંતુ તેઓ વડિયા ગામના 37 અને અન્ય ગામોના કુલ મળીને 100થી વધારે બાળકોને દત્તક લીધા છે. જેની તમામ સુવિધા સૈક્ષણીક સાધનો પુરા પાડશે. જ્યા સુધી તેઓ પગભર ન થાય ત્યાં સુધી તેમની તમામ જરૂરિયાતો આ અધિકારીઓ પુર્ણ કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More