Home> Gujarat
Advertisement
Prev
Next

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police

અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત તેની અસર અનેક ધંધા-રોજગાર પર પડી રહી છે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ફરજ પડતા ખાનગી ટ્રાન્સપોર્ટ અને ઓટો રીક્ષા ચાલકો (Auto Rickshaw) પબ્લિક પાસેથી ભાડા પેટે વધુ રૂપિયા ન પડાવે તે માટે ટ્રાફિક પોલીસ (Traffice Police) દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વખત તેની અસર અનેક ધંધા-રોજગાર પર પડી રહી છે. સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ફરજ પડતા ખાનગી ટ્રાન્સપોર્ટ અને ઓટો રીક્ષા ચાલકો (Auto Rickshaw) પબ્લિક પાસેથી ભાડા પેટે વધુ રૂપિયા ન પડાવે તે માટે ટ્રાફિક પોલીસ (Traffice Police) દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે.

fallbacks

સામાન્ય દિવસોમાં પોતાના વાહનમાં નોકરી કે ધંધા રોજગાર માટે જવાનું જેમને નથી પોષાતું તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરતા હોય છે.પરંતુ હાલની પરિસ્થિતિ જોતા કહી શકાય કે કોરોનાની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જેના પરિણામે એક પછી એક પબ્લિક સેવાઓ બંધ કરવાની ફરજ પડી રહી છે. ધંધો વ્યવસાય ઓળ ઇવન રીતે ચાલુ રાખવા પરવાનગી અપાઇ રહી છે. જેથી કરી લોકોના ધંધા રોજગાર પર તેની અસર ન પડે. કોરોના કાળ શરૂ થયે એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે. 

New Traffic Rules: જો ગાડીમાં આ કામ કર્યું તો થશે 10 હજારનો દંડ અને 1 વર્ષની જેલ

ત્યારે તેની અસર લોકોના વ્યવસાય સાથે અને નોકરી પર પણ પડી છે. કેટલાક શહેરીજનોની નોકરી પણ કોરોનાને કારણે જતી રહી છે. ત્યારે નોકરી માટે સમયસર જગ્યાએ પહોંચવા આવશ્યક સરકારી ટ્રાન્સપોર્ટ હાલ ઉપલબ્ધ નથી. અને ખાનગી ટ્રાન્સપોર્ટ વાહનો મનફાવે તેવા ભાડા ઉપર આવતા હોવાનું સામે આવી છે.

તાજેતરમાં જ એએમટીએસ (AMTS) અને બીઆરટીએસ (BRTS) બંધ કરવાની ફરજ પડતા ઓટો રિક્ષા ચાલકો મન ફાવે કેટલું ભાડું પેસેન્જરો પાસે ઉઘરાવી રહ્યા હોવાની વાત ટ્રાફિક પોલીસ (Traffice Police) ના ધ્યાને આવી. જેને પગલે તાત્કાલિક ટ્રાફિક પોલીસ અધિકારીઓને રિક્ષા ચાલકોના આગેવાનોને બોલાવી એક મિટિંગ યોજી હતી. જેમાં પરિસ્થિતિનો ફાયદો ન લેવા વચન આપવામાં આવ્યું હતું.

પરંતુ વધુ ભાડા ખંખેરતા લોકોને પોલીસ પબ્લિક મારફતે પકડી શકે તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસના ૧૦૯૫ ટોલ ફ્રી નંબર મારફતે આવા લેભાગુ રિક્ષાચાલકોની પોલીસને જાણ કરાતા પોલીસ તેમની પર કાયદેસરની કાર્યવાહી કરશે અને શહેરીજનોને મદદરૂપ બનવા ટ્રાફિક પોલીસનો આ પ્રયાસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More