Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં માસ્ક નહી પહેરો તો દંડ નહી થાય? જાણો મેયર અને કમિશ્નરે શું આપ્યા છે આદેશ?

ગુજરાતમાં કોરોના ખુબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે. આજે ઐતિહાસિક 1961 કેસ આવ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટેના કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો કે સુરતમાંથી આજે એક ખુબ જ વિવાદાસ્પદ કહી શકાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પોલીસ તંત્રને માસ્કનો દંડ નહી ઉઘરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સાથે માસ્ક રાખે અને જે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યા તેને પકડે તો તેમને માસ્ક આપે. 

સુરતમાં માસ્ક નહી પહેરો તો દંડ નહી થાય? જાણો મેયર અને કમિશ્નરે શું આપ્યા છે આદેશ?

સુરત : ગુજરાતમાં કોરોના ખુબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે. આજે ઐતિહાસિક 1961 કેસ આવ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટેના કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો કે સુરતમાં નાગરિકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પોલીસ તંત્રને માસ્કનો દંડ નહી ઉઘરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સાથે માસ્ક રાખે અને જે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યા તેને પકડે તો તેમને માસ્ક આપે. 

fallbacks

AHMEDABAD માં કાયદાની કથળતી સ્થિતિ, નરોડામાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને તોડફોડ

હાલ પોલીસ દ્વારા આનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનારા લોકોને પકડવામાં આવી રહ્યા છે. પરંતુ તેમને દંડ કરવામાં નથી આવી રહ્યો તેમને માસ્ક આપવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા પણ આ અંગે તમામ પોલીસ જવાનોને આદેશ આપી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે લોકોમાં માસ્ક અંગે રોષ જોવા મળી રહ્યો છે તેના કારણે રાજકારણીઓ અને તંત્ર બંન્ને પરેશાન હતા. માસ્ક મુદ્દે અટકાવાયેલો વ્યક્તિ માત્ર ચૂંટણી અંગે જ સવાલ પુછતો હતો. જેના કારણે તંત્રને પણ નિચા જોણું થતું હતું. 

જે પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થી લોહીનું પાણી કરી નાખે છે, નેતાના છોકરા સેટિંગ કરીને પાસ કરે છે

નાગરિકો સાથેનાં રોજિંદા ઘર્ષણના બનાવોના કારણે આનો કોઇ ઉકેલ લાવવા માટે સરકાર લાંબા સમયથી વિચારી રહી હતી. આખરે સુરત દ્વારા માસ્ક મુદ્દે દંડ નહી કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. સુરત દ્વારા કરાયેલી આ પહેલ કેટલી યોગ્ય છે તે તો સમય જ કહેશે. કારણ હાલ કોરોનાનું હોટસ્પોટ સુરત જ છે. સુરતમાં ન માત્ર કેસ રોકેટની ગતિએ વધી રહ્યા છે પરંતુ સાથે સાથે કોરોનાના ત્રણેય વેરિયન્ટ પણ અહીં જ જોવા મળ્યા છે. જેના કારણે આ નિર્ણય કેટલો યોગ્ય છે તે તો સમય જ કહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More