Mehsana News : ઉત્તર ગુજરાતમાં ભાજપની એક મહિલા નેતા સાથે વિચિત્ર બનાવ બન્યો હતો. મહેસાણાની આ મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેસ્યા હતા, ત્યારે એક ફોન આવ્યો હતો. જેમાં એક શખ્સે ફોન પર મહિલા નેતાને કહ્યું હતું કે, મારી સાથે રીલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ. બંગલો, ગાડી લાવી આપીશ... એમ કહીને મહિલા નેતા સામે બિભત્સ માંગણી કરી હતી.
મહેસાણામાં ભાજપની મહિલા નેતા બનેલી ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને ત્યારે મહિલાને ફોન આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવેલા ફોન પર શખ્સે મહિલા નેતા પાસેથી બિભત્સ માંગણી કરી હતી. શખ્સે ફોન પર શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતા મહિલા નેતા ચોંકી ગઈ હતી.
બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપ
તો બીજી તરફ, આ શખ્સે મહિલાના નેતાના પતિને પણ ફોન કર્યો હતો. મહિલાના પતિને પણ ફોન કરી કહ્યું હતું કે, મહિલાને મારી સાથે મોકલો તો જિલ્લા પ્રમુખ બનાવી દઉં. 30 એપ્રિલે બનેલી ઘટનામાં મતદાન બાદ ફરિયાદ નોંધાઈ હતી. મહિલા નેતાએ પતિ સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી. અજાણ્યા મોબાઈલ નંબર ધારકના ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મહેસાણા ભાજપનું ફેસબુક એકાઉન્ટ હેક, 33 બિભત્સ વીડિયો અપલોડ કરાયા
મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેસબુક પર બનાવેલા ઓફિશિયલ એકાઉન્ટ સાયબર ક્રાઈમનો ભોગ બન્યું છે હોવાની ફરિયાદ સામે આવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન જ સાયબર ગઠિયાએ મહેસાણા "ભાજપના" ફેસબુક એકાઉન્ટ હેક કરી સાત દિવસમાં 33 જેટલા બીભત્સ વિડિઓ અપલોડ કરી દીધા હતા. ત્યારે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે.
ગુજરાતમાં અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; હિન્દુઓએ કરાવી મુસ્લિમ પરિવારને હજયાત્રા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે