Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં સ્પા માલિકે મહિલાકર્મીને બનાવી હવસનો શિકાર, સ્પામાં જ બળજબરી કરી આચર્યું દુષ્કર્મ

Ahmedabad News: અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં ચાલતા એક સ્પામાં સ્પા કર્મી પર સ્પાના માલિક સહિત 3 વ્યક્તિઓએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  

અમદાવાદમાં સ્પા માલિકે મહિલાકર્મીને બનાવી હવસનો શિકાર, સ્પામાં જ બળજબરી કરી આચર્યું દુષ્કર્મ

Ahmedabad News: પરપ્રાંતીય યુવતીઓને ખોટા કામ માટે મજબૂર કરાતી હોવાની ચર્ચા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વધી રહેલા સ્પાની અંદર કામ કરતી થેરાપીસ્ટ યુવતીઓ મોટાભાગે નોર્થ ઇન્ડિયાની હોય છે. તેમાં પણ યુવતીઓ પોતાની મજબૂરીમાં પોતાનું શરીર અલગ અલગ લોકોને સોંપવામાં મજબૂર કરે છે અને તેના માટે તેને સ્પાના સંચાલકો મજબૂર કરતા હોવાનું પણ સામે આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

fallbacks

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક સ્પામાં કામ કરતી યુવતીએ ત્રણ લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કામા સ્પામાં થેરાપીસ્ટ તરીકે કામ કરતી એક યુવતી પર સ્પાના માલિક, સ્પાના મેનેજર અને અન્ય એક વ્યક્તિએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે.

આવી ગઈ તારીખ! 11 ઓગસ્ટે નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ,જાણો

પરપ્રાંતીય યુવતી અમદાવાદમાં રહીને પરિવારની આર્થિક જરુરિયાત માટે સ્પામાં કામ કરતી હતી. એક દિવસ આ યુવતી સ્પામાં કામ કરી રહી હતી ત્યારે સ્પામાં મેનેજર તરીકે કામ કરતો રોહિત તિવારી તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે, 'તારે જો અહીં કામ કરવું હોય તો હું કહું તેમ કરવું પડશે'. જ્યાર બાદ રોહિતે સ્પાની અંદર જ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.

પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ છે સુપરહિટ, કોઈપણ ટેન્શન વગર કરો રોકાણ; FDથી વધારે મળશે વ્યાજ

આ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કામા સ્પાના મેનેજર ઉપરાંત સ્પાના માલિક ચિંતન પંડ્યા અને અન્ય એક વ્યકિત સાવન પુરબિયાએ પણ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની અને રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More