હનીફ ખોખર/જુનાગઢ :ગીર વિસ્તારમાં સિંહોની સતામણીની ઘટના ફરી સામે આવી છે. સ્થાનિક લોકો બેખોફ સિંહદર્શનના નામે રૂપિયા લૂંટવા સિંહોની પજવણી કરતા હોય છે, તો બીજી તરફ તંત્ર દ્વારા આવા લોકો સામે કોઈ પગલા લેવાઈ નથી રહ્યાં છે. ત્યારે બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવવામાં આવ્યો અને પછી બાઈકને ભગાડવામાં આવી છે.
ખોરાક માટે લલચાયેલા સિંહે પણ બાઈક પાછળ જવા લાગ્યો હતો. બાઈક પર બેસેલો યુવક ઉપરાંત તેના કેટલાક મિત્રો પણ આ ઘટનાના સાક્ષી બન્યા છે. જેઓ પણ બાઈક લઈને થોડા દૂરથી વનરાજાની મશ્કરીનો આનંદ માણી રહ્યા છે. આ ઘટના બાદ વન વિભાગ પણ સક્રિય થયું છે. રાજ્યના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આરોપીઓને ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. સિંહોની પજવણીનો આ વીડિયો અમરેલીના લાઠી રેન્જનો હોવાનું જાણવા મળ્યું છે. તો એક બાઈકનો નંબર પણ મળી આવ્યો છે. જે બાઈકના નંબર પરથી આરોપીઓની શોધખોળ હાથ ધરાશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ વીડિયો અમરેલીના લાઠી રેન્જ મતીરાળા રાઉન્ડ લુવારીયા વાડીનો હોવાનું કહેવાય છે. જ્યાં મોટરસાઈકલ પાછળ શિકાર બાંધીને સિંહને દોડવાઈ રહ્યો છે. મુરઘી કાંડની જેમ સિંહને લલચાવીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાનો આ કિસ્સો હિચકારો છે. જેમાં જંગલના રાજા સિંહની હાલત કૂતરા જેવી કરવામાં આ શખ્સો કોઈ જ કચાશ બાકી નથી રાખી રહ્યાં. જે બાઈક પર સિંહની પજવણી થઈ રહી છે તેનો નંબર GJ 3 E 579 હોવાનુ સામે આવ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે