રજની કોટેચા/ઊના : ગીરના સિંહોને મુસાફરો તથા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પજવણી કરવામાં આવતા હોય છે. જેના પુરાવા રૂપે કેટલાક વીડિયો પણ સામે આવતા હોય છે. તો બીજી તરફ, ગીર આવતા મુસાફરોને ગેરકાયદેસર લાયન શો કરાવાતા હોવાના પુરાવા પણ વીડિયો દ્વારા મળતા હોય છે. ત્યારે સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જિપ્સી કારમાં આવેલા લોકો સિંહોને પજવતા હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ઉનામાં સિંહોને પજવણી કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ સિંહોનો રસ્તો રોકીને તેમને જોવાની મજા કેટલાક વાહન સવાર લૂંટી રહ્યાં છે. કેટલાક લોકો જિપ્સી કાર સિંહોની પાછળ ભગાવી રહ્યાં છે. જિપ્સી કારથીઆવેલા લોકોએ સિંહોને હેરાન કર્યા હતા, અને ગાડી તેમની પાછળ ભગાવી હતી. ત્યારે રાતના સવારે આ ગેરકાયદેસર લાયન શો કરાવ્યો હોય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે