Home> Gujarat
Advertisement
Prev
Next

PICS દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરોનો નવો ખેલ, જાણીને ચક્કર ખાઈ જશો

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. કડક કાયદા હોવા છતાં બુટલેગરો રોજેરોજ નીતનવા કિમિયા અજમાવીને દારૂને ગુજરાતમાં ઘૂસાડી રહ્યાં છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવા જ એક કિમિયો અજમાવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવેલા દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો. બાતમીના આધારે 20 લાખના વિદેશી દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો અને સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી.

 PICS દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરોનો નવો ખેલ, જાણીને ચક્કર ખાઈ જશો

દેવ ગોસ્વામી, સાબરકાંઠા: દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. કડક કાયદા હોવા છતાં બુટલેગરો રોજેરોજ નીતનવા કિમિયા અજમાવીને દારૂને ગુજરાતમાં ઘૂસાડી રહ્યાં છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવા જ એક કિમિયો અજમાવીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવેલા દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો. બાતમીના આધારે 20 લાખના વિદેશી દારૂના જથ્થાને પોલીસે પકડી પાડ્યો અને સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી.

fallbacks

fallbacks

મળતી માહિતી મુજબ પોલીસે બાતમીના આધારે દારૂના આ ખેપને પકડી પાડી. વિદેશી દારૂના આ જથ્થાને સ્લિપિંગ કોચ ધરાવતી બક્ઝરી બસના બેડ નીચે ગુપ્ત ખાના બનાવીને રાખવામાં આવ્યો હતો. કોઈને પહેલી નજરે તો શંકા પણ ન જાય. રાજસ્થાનથી ગુજરાતમાં આ દારૂ ઘૂસાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે લકઝરી બસમાંથી 370 વિદેશી દારૂની પેટી જપ્ત કરી.

fallbacks

પોલીસે કુલ 20 લાખની કિંમત ધરાવતા વિદેશી દારૂ સહિત 32 લાખનો મુદ્દામાલ પકડ્યો અને આ દારૂની ખેપ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. બુટલેગરોએ વિદેશી માલની હેરાફેરી માટે સ્લિપિંગ કોચ લક્ઝરીમાં ગુપ્ત ખાના બનાવડાવ્યાં હતાં. (VIDEO : વડોદરાની સ્કૂલમાં ખેલાયો ખૂની ખેલ, માસૂમની ઘાતકી હત્યા...)

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More