Jayesh Radadiya : ઇફ્કોની ચૂંટણી વટનો સવાલ બનીને ઘણું ખુલ્લું પડ્યું છે, ભાજપ હાઈકમાન્ડના આદેશને અવગણી રાદડિયાએ મેદાન માર્યું, ત્યારે હવે ભાજપ લઈ શકે છે આકરાં પગલાં, આ વચ્ચે રાદડિયા સામે વિરોધના સૂર ઉઠ્યા છે. પાર્ટી સામે બળવો કરીને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. એટલું જ નહીં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવીને વિજેતા પણ બન્યા. ગુજરાત ભાજપનું મોવડી મંડળ આ નિર્ણયથી સમસમી ગયું છે. ત્યારે ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે. મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયા જીત થતા ભાજપનું બીજું જૂથ મેદાને આવ્યું છે. રાજકોટ ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા અને તેમને મત આપનાર સામે પગલાં લેવાની માંગ કરી છે.
બાબુ નસીત દ્વારા રાદડિયા પર આક્ષેપો કરાયો
બાબુ નસીતનું કહેવું છે કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. મારા સામે તરત જ પગલાં લેવાયા હતા એવી રીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવામાં આવે. આ સાથે સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની બાબુ નસીતે દાવો કર્યો છે. સાથે જ ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી
જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે જ છે
રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીતનો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રદડિયાએ ભાજપ વિરુદ્ધ જઇ ચૂંટણી લડી છે. જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી મારી માંગ છે. રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલે છે. ડો. ડાયાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બંને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના સભ્યો છે. આ બંને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારા સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાય. જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. સહકારી સંસ્થાઓમાં ભાજપના નેતાઓ જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે જ છે. ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં આવશે વરસાદ
ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્ન
આક્ષેપો સામે રાદડિયાનો જવાબ
તો સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાનો જવાબ આપ્યો છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રાદડિયાએ કહ્યું, મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ નથી કર્યું. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે. મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે.
મહત્વનું છે કે, તાજેતરમાં ઈફ્કોના ડિરેક્ટરના પદ માટે ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. જેના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું હતું અને જીત પણ મેળવી હતી. જે બાદ આ ભડકો થયો છે.
રાદડિયાની શાનદાર જીત બાદ વધુ એક મોટા સમાચાર : દિલીપ સંઘાણી ફરી IFFCO ના ચેરમેન બન્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે