Gujarat Weather Forecast : રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની માહોલ રહેશે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, ક્યાંક ભારે, તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓને આજે રેડ એલર્ટ અપાયું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઓફશોર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે. આ કારણે આગામી પાંચ દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના
કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદને લઇ રેડ અલર્ટ
અંબાલાલે કહ્યું, આગામી 24 કલાક ભારે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતભરતમાં તૂટી પડશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે.
ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
ભાજપના નેતાની કાર પકડાઈ, તો ઢગલાબંધ નેતા કાર છોડાવવા દોડી આવ્યા
અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે. ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, ઓગસ્ટના પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં. કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી શકે છે.
ઓગસ્ટ મહિનો આકરો જશે
તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે.
ગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે