ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે. રાજ્યની અલગ-અલગ સીટો પર ચૂંટાતા ધારાસભ્યોને વિકાસના કામ માટે સરકાર તરફથી દર વર્ષે ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટ દ્વારા ધારાસભ્યો પોતાના વિધાનસભા ક્ષેત્રમાં અલગ-અલગ વિકાસના કામો કરી શકે છે. હવે રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ધારાસભ્યોની ગ્રાન્ટમાં થયો વધારો
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની જાહેરાત કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ધારાસભ્યોને અત્યાર સુધી વિકાસના કામો કરવા માટે 3 કરોડ રૂપિયા મળી રહ્યાં હતા. હવે સરકારે તેમાં 2 કરોડનો વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત બાદ દરેક ધારાસભ્યોને 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. રાજ્યના દરેક ધારાસભ્યોને વર્ષે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે.
આ પણ વાંચોઃ બેજવાબદાર પોલીસ! હત્યાનો બનાવ બન્યો ત્યાં નજીક ખાટલા પર સૂતા હતા પોલીસ કર્મચારીઓ
તાજેતરમાં 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ તમામ મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે દરેક મહિલા ધારાસભ્યોને 2-2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ દરમિયાન કેટલાક પુરૂષ ધારાસભ્યોએ એવું કહ્યું કે અમારો શું વાક અમને પણ બે-બે કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ. જોકે હવે નાણામંત્રીએ દરેક ધારાસભ્યોની ગ્રાન્ટમાં બે કરોડ રૂપિયાનો વધારો કર્યો છે.
વિધાનસભામાં નાણામંત્રીની ગ્રાન્ટ વધારવાની જાહેરાત બાદ બધા ધારાસભ્યો ખુશ થયા હતા અને તેમણે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે