Home> Gujarat
Advertisement
Prev
Next

ખાનગી અને સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટના મહત્વના નિર્દેશ

રાજ્યમાં જે જે ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને તેની એનઓસી લેવાની હોય આવી ઇમારતોનો વિસ્તૃત અહેવાલ જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. 
 

ખાનગી અને સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટના મહત્વના નિર્દેશ

આશ્કા જાની, અમદાવાદઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા હતા. તો ગઈકાલે જામનગરની સરકારી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આઈસીયૂમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. આમ રાજ્યમાં ફાયર સેફ્ટી કાયદાની અમલવારીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. તો ગુજરાત હાઈકોર્ટમાં પણ આ અંગે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. 

fallbacks

મહત્વનું છે કે એક વર્ષ પહેલા સુરતના તક્ષશિલા આર્કેટમાં આગેલા કોચિંગ ક્લાસમાં આગ લાગી ત્યારે તેમાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટનાને લઈને રાજ્યભરમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ આ વર્ષે અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગી અને 8 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં ફાયર સેફ્ટીનો કાયદો છે પરંતુ તેની અમલવારી થતી નથી. આ મુદ્દાને લઈને હાઈકોર્ટે મહત્વના નિર્દેશો આપ્યા છે. કોર્ટે ખાનગી તથા સરકારી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વિસ્તૃત અહેવાલ માગ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, હોસ્પિટલમાં આગ લાગવાને કારણે ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને દર્દીઓના મોત થાય તે વ્યાજબી નથી. 

ખેડૂતો માટે સારા સમાચાર, ઉદ્યોગોની જેમ ખેતી માટે નવી પોલિસી લાવશે સરકાર  

કોર્ટે રાજ્યમાં જે જે ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને તેની એનઓસી લેવાની હોય આવી ઇમારતોનો વિસ્તૃત અહેવાલ જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ અરજી માત્ર અમદાવાદ શહેર પૂરતી મર્યાદિત નથી. 

હાઈકોર્ટે તમામ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં આવેલી તમામ ઇમારતોમાં ફાયર સેફ્ટી સંસાધનો મુદ્દે તમામ પક્ષકારોને વિસ્તૃત સોસંદનામુ કરવા માટે પણ કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સોગંદનામામાં છ સપ્તાહની અંદર તમામ માહિતી મુકવામાં આવે. કોર્ટે કહ્યું કે, ફાયર સેફ્ટી જેવી ગંભીર બાબતો હોવાથી આ મુદ્દે વધુ સમય આપવામાં આવશે નહીં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More