Home> Gujarat
Advertisement
Prev
Next

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન

કાલે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા હતા. ભાજપના ધારાસભ્ય હોવાના નાતે સીનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જો કે નીતિન પટેલે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, આ અંગે મને વધારે ખબર નથી. મીડિયા દ્વારા થોડી માહિતી છે. મારી જાણકારીમાં છે તે અનુસાર પ્રદેશ સંગઠન દ્વારા વિગતો અને ખુલાસા માંગતી નોટિસ આપવામાં આવી છે. શિસ્ત વિષયક કામગીરી સંગઠન સ્તરે થશે. 

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન

રઘુવીર મકવાણા/બોટાદ : કાલે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા હતા. ભાજપના ધારાસભ્ય હોવાના નાતે સીનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જો કે નીતિન પટેલે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, આ અંગે મને વધારે ખબર નથી. મીડિયા દ્વારા થોડી માહિતી છે. મારી જાણકારીમાં છે તે અનુસાર પ્રદેશ સંગઠન દ્વારા વિગતો અને ખુલાસા માંગતી નોટિસ આપવામાં આવી છે. શિસ્ત વિષયક કામગીરી સંગઠન સ્તરે થશે. 

fallbacks

Nadiad ની 7 વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલાં કરનાર યુવકને 20 વર્ષની સખત કેદ

નીતિન પટેલે જણાવ્યું કે, ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે તે અંગે મારી પાસે પુરતી માહિતી નથી. મે માત્ર મીડિયામાં જ જોયું છે. ધારાસભ્યનો પક્ષ હજી સુધી સામે આવ્યો નથી. જેથી આ અંગે હું વધારે જાણતો નથી. જો કે જો તેઓ સાબિત થશે. જો કે આ અંગે કોઇ કાર્યવાહી પણ કરવાની હશે તો તે સંગઠન દ્વારા કરવામાં આવશે. પક્ષ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બરવાળા ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. 

AHMEDABAD: રાજ્યના એક પછીએક મંત્રીઓના જગન્નાથ મંદિરે આંટાફેરા, જો કે રથયાત્રા અંગે ચલકચલાણું

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેસરી સિંહ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે તે પોતે જુગાર રમી રહ્યા નહોતા. તે પાવાગઢ દર્શન કરવા માટે જઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ અહીં રોકાયા હતા. અન્ય રૂમોમાં જુગાર રમાતો હોય તો તે અંગેની મને માહિતી નથી. તેવી સ્પષ્ટતા કરી હતી. હાલ તો હાલ આ સમગ્ર મુદ્દે ગુંચવાડો જોવા મળી રહ્યો છે.  પક્ષ દ્વારા આ અંગે ધારાસભ્યને નોટિસ મોકલવામાં આવી રહી છે. આ અંગે ધારાસભ્ય પર શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More