આશ્કા જાની, અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને SVP હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ કોરોનાની સારવાર હેઠળ હતાં. ઈમરાન ખેડાવાલાએ કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના પ્લાઝમા આપવાની પણ તૈયારી બતાવી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે કોંગ્રેસના અન્ય એક નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે દુ:ખદ અવસાન થયું છે.
અત્રે જણાવવાનું કે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો હતો ત્યારે બધાના જીવ ઊંચાનીચા થઈ ગયા હતાં. કારણ કે 14મી એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથે બેઠક કરીને નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના ગણતરીના કલાકોમાં કોરોનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જુઓ LIVE TV
ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં આવ્યાં હતાં
કહેવાય છે કે બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ કોરોના પોઝિટિવ આવેલા ઈમરાન ખેડાવાલા સાથે એક જ કારમાં ગાંધીનગર ગયા હતાં. બદરુદ્દીન શેખનું ગઈ કાલે કોરોના વાયરસના કારણે દુ:ખદ અવસાન થયું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે