Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 24 કલાકમાં ત્રણ હત્યાઓથી થથર્યું અમદાવાદ! રક્ષાબંધનની મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ

અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાતા શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. મણીનગરમાં વ્યાજે લીધેલા પૈસા પરત ન આપતા વ્યાજખોરોએ જીવ લઇ લીધો હતો. મણિનગર પોલીસે ખૂણા ગુનામાં ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

માત્ર 24 કલાકમાં ત્રણ હત્યાઓથી થથર્યું અમદાવાદ! રક્ષાબંધનની મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. એક હત્યા અમરાઈવાડીમાં, બીજી માનવ મણિનગરમાં તો ત્રીજી દાણીલીમડામાં બનતા પોલીસે તપાસ શરુ કરી છે. અમદાવાદમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાતા શહેરમાં હડકંપ મચી જવા પામ્યો છે. મણીનગરમાં વ્યાજે લીધેલા પૈસા પરત ન આપતા વ્યાજખોરોએ જીવ લઇ લીધો હતો. મણિનગર પોલીસે ખૂણા ગુનામાં ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

fallbacks

અંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં પડશે ભારે વરસાદ?

વાત છે 19મી રાત્રીના અમદાવાદના મણિનગરમાં આવેલ ઝીરાફ સર્કલ પાસે જાહેરમાં જ લલિત ગગનાની નામના યુવકની તલવાર અને છરીના ઘા મારીને હત્યા કરી નાખી આરોપી ફરાર થયા ગયાની ઘટના મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવની વાત કરવામાં આવે તો મૃતક લલિત ગગનાનીએ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે પાસે થી 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે પૈસા પરત ન આપી શકતા 18મીના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. 

મુંબઈમાં શાહરુખ કરતા ચાર ઘણું મોટું છે આ સવાયા ગુજરાતીની દિકરીનું ઘર!

જેની અદાવત રાખીને મૃતક લલિત ગગનાની પોતાના મિત્રો સાથે મણીનગરમાંથી પસાર થઇ રહ્યો હતો. ઝીરાફ સર્કલ પાસે આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે અને કૈલાસા સહીતના ત્રણ શખ્સોએ ઉભો રાખીને વ્યાજે આપેલા પૈસા બાબતે ઝગડો કરીને આવેલા આ ત્રણેય શખ્સોએ તલવાર અને છરીના ઘા મારી હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ મણીનગર પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદ નોંધીને ફરાર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે અને કૈલાસા સહીતના ત્રણ શખ્સોની શોધખોળ શરુ કરી છે. 

મને શરીરસુખ માણવા દે, મહિલાએ ના પાડી...બળજબરી કરતાં એવી જગ્યાએ પદાર્થ માર્યો કે...

દાણીલીમડામાં બીજી ઘટના
અમદાવાદના દાણીલીમડા વિસ્તારના ન્યુ શાહ એ આલમ નગર સોસાયટીના ત્યાં હૈદર શા નામના વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવી છે. બનાવ છે મંગળવારની વહેલી સવારનો...મૃતક હૈદર શા શબાના ખાતુન શાના ઘરે આવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. શબાના ખાતુન શા બોથડ હથિયાર ડિસમિસ અને છરીના ઘા મારીને હૈદર શાની હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ દાણીલીમડા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More