Home> Gujarat
Advertisement
Prev
Next

આરોગ્ય વિભાગની અમાસના ચાંદ જેવી સ્થિતિ, આજે જે પકડાયું તે જોતા ઘરે ઘરે હશે કેન્સરના ખાટલા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ભેળસેળીયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી. કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરને રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ વર્તુળ કચેરીના ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા સંયુક્ત પણે બે પેઢીમાં આકસ્મિક તપાસ કરવામાં આવેલ હતી.

આરોગ્ય વિભાગની અમાસના ચાંદ જેવી સ્થિતિ, આજે જે પકડાયું તે જોતા ઘરે ઘરે હશે કેન્સરના ખાટલા

રાજકોટ : ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ભેળસેળીયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી હતી. કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરને રાજકોટ જીલ્લાના ગોંડલ ખાતે મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ વર્તુળ કચેરીના ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા સંયુક્ત પણે બે પેઢીમાં આકસ્મિક તપાસ કરવામાં આવેલ હતી.

fallbacks

GUJARAT CORONA UPDATE: નવા 7 કેસ, 14 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

૧. પ્રદ્યુમનભાઈ દ્વારકાદાસ જાગડા, મે.શારદા ગૃહ ઉદ્યોગ, ભોજપરા, મુ. ગોંડલ, જીલ્લો. રાજકોટ ખાતે તપાસ દરમ્યાન મરચું પાવડર, ધાણાંજીરુ પાવડર વગેરેનું ઉત્પાદન પેકીંગ ચાલુ હોય અને પ્રાથમિક દ્રષ્ટિ એ ગુણવત્તા માં શંકા જણાતા દરેક ખાદ્યચીજોના  નમુનાઓ લેવામાં આવેલ હતા અને શંકાના આધારે ૨,૯૨૭ કીલોનો જથ્થો કે જેની અંદાજીત બજાર કિંમત રૂ. ૨,૨૦,૫૧૦/- થાય છે તે જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી થશે કે મોડી સચોટ અને પાક્કા સમાચાર જાણી લો...
૨. જીતેન્દ્રકુમાર મોહનલાલ સોનપાલ. મે.પવન મસાલા, ભોજપુરા, ગોંડલની સાથોસાથ અન્ય પેઢીમાં પણ આવી શંકા જણાતા તપાસ કરેલ અને તપાસ દરમ્યાન પેઢી માંથી મરચુ પાવડર, હળદર પાવડર અને ધાણાજીરૂ પાવડરના કુલ-૩ નમુનાઓ લેવામાં આવેલ હતા. ૧૧૯૪ કીલોનો જથ્થો જેની અંદાજીત બજાર કીંમત રૂ.૨,૮૦,૭૮૦/- થાય છે તે જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.

દાણીલીમડામાં હો અને વાહન અથડાય તો ધ્યાન રાખજો, એક વ્યક્તિની જાહેરમાં હત્યા

બંન્ને પેઢી માંથી કુલ ૭ નમુનાઓ લેવામાં આવેલા છે અને ઉપલબ્ધ મસાલા- ૪,૧૨૧ કીલોનો જથ્થો કે જેની અંદાજીત બજાર કિંમત રૂ.૫,૦૧,૨૯૦/- છે તે જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવેલ છે. રાજકોટની ફુડ ટીમના ફુડ સેફ્ટી ઓફીસરે મોડી સાંજથી રાત્રીના ૩:૦૦ વાગ્યા સુધી કામગીરી કરી સફળ રેડ કરી હતી. આ ખાદ્ય પ્રદાર્થના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે તંત્રની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે અને નમુનાઓ લીધા બાદ બાકી રહેલ ભેળસેળની શંકાવાળો તમામ જથ્થો લોકોના આરોગ્યને નુકશાન ન કરે તે માટે બંને પેઢીમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉપરોક્ત ખાદ્ય પદાર્થના નમુનાઓના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જપ્ત કરેલ જથ્થો નાશ કરવામાં આવશે. આથી આ સમાચાર ને બહોળા પ્રમાણમાં જાહેર જનતા સમક્ષ પ્રકાશિત કરવા મીડિયા કવરેજ કરવા વિનંતી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More