Home> Gujarat
Advertisement
Prev
Next

'કંઈ કામ-ધંધો કરતો નથી..', કહીને પત્નીએ દબાવી દીધું પતિનું ગળું, બંને બાળકો સાથે ફરાર

અમદાવાદ જિલ્લાના બારેજામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 31મી જુલાઇના દિવસે રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે મૃતકના મોટાભાઈ જ્યારે નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમના પત્નીનો ફોન આવ્યો હતો..

'કંઈ કામ-ધંધો કરતો નથી..', કહીને પત્નીએ દબાવી દીધું પતિનું ગળું, બંને બાળકો સાથે ફરાર

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના અસલાલીમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. પતિના નશો કરવાની ટેવના કારણે અવાર નવાર થતા ઝઘડાથી તંગ આવીને પત્નીએ ગળું દબાવી પતિની હત્યા નિપજાવી છે. હત્યા કર્યા બાદ પત્ની બે બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

fallbacks

ગુજરાતના પોલીસ ખાતાની સૌથી મોટી ખબર; હવેથી ASIની સીધી ભરતી રદ, નિયમમાં ફેરફાર

અમદાવાદ જિલ્લાના બારેજામાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 31મી જુલાઇના દિવસે રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે મૃતકના મોટાભાઈ જ્યારે નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમના પત્નીનો ફોન આવ્યો હતો અને જલ્દી થી ઘરે બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરે પહોચ્યા હતાં. જ્યાં પલંગ પર તેમના મોટાભાઇ કીરણભાઇ મૃત હાલતમાં જોવા મળ્યા હતાં. જેમના માથા પર સફેદ કલરનો પાટો બાંધ્યો હતો. અને આંખ પર વાગેલુ હતું. પરંતુ તેમના ભાઇની પત્ની અને બે ભત્રીજા ઘરે હાજર ના હતાં. જે બાબતની જાણ તેમણે પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને મૃતદેહને પોસ્ટમોટ્મ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી. 

આગામી 12 કલાકમાં ગુજરાતના કેટલાંક ભાગોમાં સર્જાશે પૂરની સ્થિતિ! આ આગાહીએ ચિંતા વધારી

જો કે પોસ્ટમોટ્મના રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે કિરણની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જો કે બીજી તરફ કિરણને તેની પત્ની સાથે અગાઉ અવાર નવાર કામધંધે ના જવા બાબતે અને કિરણને નશો કરવાની આદત હોવાના કારણે બંને વચ્ચે ઝઘડા થતાં હતાં. ઘણી વખત મારામારી પર થતી હતી. ત્રણેક મહીના અગાઉ કિરણને તેની પત્નીએ માર મારતા કપાળના ભાગે ઇજા પણ પહોચી હતી. ફરીયાદીને હકીકત જાણવા મળી હતી કે તેના ભાભીએ જ ભાઇ કિરણ સાથે ઝઘડો કરીને ગમે તે રીતે તેનું ગળું દબાવી ગુંગળાવી મારી નાંખીને બે બાળકો લઇ ભાગી ગયેલ છે. જે હકીકતના આધારે ફરીયાદ નોંધાવતા પોલીસએ ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. 

અમદાવાદથી મહેસાણા વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈ-વેની શું હશે ખાસિયતો?

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી મહિલા ડભોઇ પાસેના એક ગામમાં તેમના સબંધીને ત્યાં ગયેલ છે. જેના આધારે પોલીસએ આરોપીની ધરપકડ કરી છે. હાલ માં પોલીસએ આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More