Home> Gujarat
Advertisement
Prev
Next

કાન્સમાં આ અભિનેત્રીએ સાડી બાદ હવે આ ડ્રેસ પહેરી વધારી રેડકાર્પેટની ધકધક

ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સાડી પહેરીને ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારનારી કોમલ ઠક્કરે ફરી એકવાર સન્માન વધાર્યું છે. કાન્સમાં પહોંચેલી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને સમાપન સમારોહમાં ખાસ નિમંત્રણ મળ્યું હતું. સમાપન પ્રસંગે ગાલા લુકમાં કોમલ ઠક્કર જોવા મળી હતી. આ પ્રકારે તેણે બોલિવુડ સહિત અભિનેત્રીઓની બરાબરી કરી હતી. બરાબરી કરી.

કાન્સમાં આ અભિનેત્રીએ સાડી બાદ હવે આ ડ્રેસ પહેરી વધારી રેડકાર્પેટની ધકધક

ભુજ: ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સાડી પહેરીને ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારનારી કોમલ ઠક્કરે ફરી એકવાર સન્માન વધાર્યું છે. કાન્સમાં પહોંચેલી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને સમાપન સમારોહમાં ખાસ નિમંત્રણ મળ્યું હતું. સમાપન પ્રસંગે ગાલા લુકમાં કોમલ ઠક્કર જોવા મળી હતી. આ પ્રકારે તેણે બોલિવુડ સહિત અભિનેત્રીઓની બરાબરી કરી હતી. બરાબરી કરી.

fallbacks

ચીકુના ખેડૂતોને રડવાનો આવ્યો, કહ્યું-સહાય નહિ મળે તો ઘરમાં ગરીબી આવશે

મુળ કચ્છની સંપુર્ણ ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે બે દિવસ પહેલા ફ્રાન્સના કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર પહોંચીને આંતર રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ગુજરાતીઓનો ડંકો વગાડ્યો હતો. હવે, આ જ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં કોમલ ઠક્કરને વિશેષ આમંત્રણ મળતાં જ તેનો અભિનેત્રી તરીકેના પોતાના મુળ લુકમાં જોવા મળી હતી. ગાલા લુક ને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલ વિશેષ આકર્ષણ બની હતી. અને અનેક લોકો તેની સાથે સેલ્ફી સહિત ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા હતા.

સુરત અગ્નિકાંડના રિયલ હીરોને સંકટ આવી પડતા ભાજપે કરી મોટી મદદ

ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાલા ફિલ્મ ફેસ્ટિવલમાં ખુબ જ ગણ્યા ગાંઠ્યા કલાકારોને જ આમંત્રણ મળતું હોય છે. તેમાં ગુજરાતી અભિનેત્રીને સ્થાન મળ્યું તે ખુબ જ મોટી બાબત છે. આ અભિનેત્રીએ તમામ પ્રકારે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More