Home> Gujarat
Advertisement
Prev
Next

ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી

એસ.ઓ.જી ક્રાઇમે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જશોદા નગર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી 59 ગાંજો કબજે કરવામાં આવ્યો.  આરોપી પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી અમદાવાદમાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.

ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી

મૌલિક ધામેચા/અમદાવાદ: એસ.ઓ.જી ક્રાઇમે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જશોદા નગર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી 59 ગાંજો કબજે કરવામાં આવ્યો.  આરોપી પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી અમદાવાદમાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.

fallbacks

રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય શખ્સોનું કામ હતું યુવાધનને નશાના રવાડે ચડાવવાનું. આરોપી અમિત પટેલ અને પ્રેમચંદ તિવારી અમદાવાદના અનેક જગ્યાએ છૂટક ગાંજો વેંચતા હતા .જે અંગે SOG ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમી મળતા જશોદાનગર પાસે વોચ રાખી ત્યારે એક્ટીવા પર અમિત પટેલ અને ધર્મેન્દ્ર નામના બે વ્યક્તિઓ પસાર થતા ઝડપી લેવાયા હતા. બાદમાં તેમની પૂછપરછ કરતાં આરોપી ધર્મેન્દ્ર ધામુને વસ્તુ આપવા જવાનું કહી અમિત ગાંજાની  હેરાફેરી કરવા લઈ ગયાનું સામે આવ્યું. જોકે પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી મોટા પ્રમાણમાં ગાંજો લાવી અમિત અને પ્રેમચંદ છૂટક પડીકી બનાવી અમદાવાદમાં વેચતા હતા. 

કોરોનાના દર્દીનું મોત થતા અમદાવાદની પ્રખ્યાત રાજસ્થાન હોસ્પિટલને AMCએ મોકલી નોટિસ

જોકે પોલીસને આરોગ્ય પ્રત્યે વધુ શંકા ન જાય તે માટે ગાંજાનો જથ્થો અમિત અને પ્રેમચંદના ઘરે થોડું થોડું રાખતા હતા. હાલ તો SOG ક્રાઇમે 59 કિલો ગાંજા સાથે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રેમચંદ તિવારીનો પુત્ર મનીષ તિવારી હત્યાના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા કાપતા હાલમાં પેરોલ જમ્પ કરી ફરાર થયો છે. જેને પકડવા પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ત્યારે પ્રેમચંદ સુરતથી મુન્નાભાઈ ઉર્ફે સીતારામ સુરત નામના શખ્સની પણ સંડોવણી બહાર હતા ધરપકડ કરવાની દિશામાં કામગીરી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More