Home> Gujarat
Advertisement
Prev
Next

'હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરીને તૈયાર રાખજે', કેશોદમાં મહિલા સાથે વારંવાર દુષ્કર્મ, પછી...

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે, મહિલાની દીકરીઓને નોકરી અપાવી દેવા લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે.

'હવે તારામાં મજા નથી આવતી, તારી દીકરીને તૈયાર રાખજે', કેશોદમાં મહિલા સાથે વારંવાર દુષ્કર્મ, પછી...

અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતી એક યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. કેશોદમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી યુવતીએ તેમની દીકરીઓને નોકરી માટે વિવિધ પોસ્ટ કરી ત્યારે કેશોદના અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા શ્રદ્ધા બેન ગોહેલ સાથે ઓળખાણ થઈ હતી.

fallbacks

ગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળી

બંને દીકરીઓને નોકરી અપાવી દેવા જીએનએમના કોન્ટ્રાકટર નરેન્દ્ર ગોહેલનો સંપર્ક કરતા આગળ જતાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ ડીઆર એન્ટરપ્રાઈઝના લેબર કોન્ટ્રાકટર રજનીકાંત વાછાણી કે જે મુખ્ય એજન્ટ તરીકે કામ કરે છે, તેમને પણ આ મહિલા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ આ મહિલાની બંને દીકરીઓ પર નજર બગાડતા મહિલાએ અંતે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

રાજકોટનું આ બજાર છે જાદુનો પટારો! 100થી વધુ વેરાયટી...જેવી જોઈએ તેવી વસ્તુ સાવ સસ્તા

શ્રદ્ધાબેન નામની મહિલા વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાતા હાલ ચકચાર મચી જવા પામી છે. આમ બંને કોન્ટ્રાકટર દ્વારા કેશોદ અર્બન હેલ્થ સેન્ટરમાં યુવતીને નોકરી અપાઇ હતી. બાદમાં 1 વર્ષથી વધુ સમય પૂર્વે યુવતીને નોકરી આપવાની લાલચના બદલે બાદમાં નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણીએ તેમની માતા સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર હક્કીક્ત પ્રકાશમાં આવી હતી, હાલ કેશોદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

રાજકોટમાં સમલૈંગિક સંબંધોની મજા લેવા એકાંતમા ગયા અને પડી ગયો ખેલ, જબરદસ્ત છે આ કહાની

બંને દીકરીને નોકરી અપાવ્યા બાદ રજનીકાંત વાછાણી પીડિતાના ઘરે આવી બળજબરી પૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું. બાદમાં પીડિતાને કહ્યું કે, તારામાં મજા ન આવી, તારી દીકરીને તૈયાર રાખજે. પીડિતાએ તેનો ઈનકાર કરતાં વાછાણીએ તેની બંને દીકરીને નોકરીમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોતાની દીકરીઓના જીવ પર આવતાં આખરે પીડિતાએ કંટાળીને કેશોદ પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા ગોહેલ, નરેન્દ્ર ઝાલા અને રજનીકાંત વાછાણી સામે ગુનો નોંધાવ્યો છે. 

ભારે કરી હો! બજારમાં આવ્યો 'ડિજિટલ કોન્ડોમ', ખરેખર ખરીદવા જેવો છે, ભારે છે ડિમાન્ડ

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય કોઈ મહિલા સાથે નોકરીના બહાને આવી ઘટના બની છે કે કેમ તે વિશે તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More