પોરબંદર : રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ મોરચે કોંગ્રેસનો ભારે રકાસ થયો છે. જો કે જેમ જેમ પરિણામો સ્પષ્ટ થતા જાય છે તેમ તેમ કેટલાક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવતા જાય છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાંથીસામે આવ્યો છે. જેમાં પોરબંદર પાલિકાની ચૂંટણીના પરિણામોએ સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. નગરપાલિકામાં કોંગ્રેસનો પરાજય થયો છે. જો કે વોર્ડ નંબર 1 માં વિજેતા થયેલા મહિલા પોતાના જ સગા દિયરને હરાવીને વિજેતા થયા છે.
ઇતિહાસમાં પહેલીવાર: કોંગ્રેસ આઝાદી બાદ જે પાલિકા સતત જીતતું આવ્યું, આ વખતે ગુમાવી
ભાજપ દ્વારા જે મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. તેની સામે જ મહિલાનો સગો દિયર ઉભો હતો. ભારતીય જનતા પાર્ટીએ પાયલ બાપોદરા નામની મહિલાને ટિકિટ આપી હતી. પાયલના પતિ અજય બાપોદરા ભાજપમાં નેતા છે. પાયલ બહેનની જીતની ચર્ચા સમગ્ર પોરબંદરમાં છે કારણ કે તેમણે પોતાનાં જ દિયરને પરાજીત કર્યો છે. તેમનો દિયર અગાઉ ભાજપમાં હતો પરંતુ ગત્ત ડિસેમ્બરમાં તેણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા તેને તક આપવામાં આવી હતી.
કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ
આ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પરાજીત કર્યું છે. પોરબંદરમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. વિજય બાપોદરા કોંગ્રેસમાં જોડાયા તે અગાઉ બોખીરામાં ભાજપના નેતા હતા. 10 વર્ષથી સક્રિય હતા. જો કે તે ડિસેમ્બરમાં પોતાના 300 ટેકેદારોની હાજરીમાં મોઢવાડિયાની હાજરીમાં રંગેચંગે કોંગ્રેસમાં જોડાયા હતા. આ જ પેનલમાંથી પોતાની ભાભી સામે ઉભા પણ રહ્યા હતા. જો કે ભાભીના હાથે તેઓ પરાજીત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે