Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલા કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે PSI એ ઝુકવું પડ્યું

રાજકોટમાં મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતા પહોંચી સામાન્ય ઇજા પહોંચી હતી. મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSI કાર અટકાવતા થઇ બોલાચાલી થઇ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી નાસી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી. 

મહિલા કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે PSI એ ઝુકવું પડ્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ : શહેરના રેસકોર્સ રિંગરોડ પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે I20 કારણે રોકતા કારચાલક યુવતી કાર રોકવા બદલે ત્યાંથી નાસી છૂટી હતી અને તેને પીછો કરી પોલીસે બહુમાળી ભવન ચોક નજીક અટકાવી હતી. કાર ચલાવનાર યુવતીને મહિલા પોલીસ કર્મચારીએ રોકતા ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં ઉગ્ર બોલાચાલી વચ્ચે યુવતીની માતાએ પોલીસને પોતાનો ક્લાસ ટુ ઓફિસર હોવાનો રૂઆબ બતાવ્યો હતો.. જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ ઘટનામાં ફરજ રુકાવટ ગુનો દાખલ કરવા બદલે હાજર દંડ વસૂલી યુવતીને છોડી જવા દીધી હતી.

fallbacks

fallbacks
(પીએસઆઇ સાથે માથાકુટ કરનાર મહિલા પ્રોફેસર તથા તેની ડ્રાઇવર પુત્રી)

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલીઓનો દોર

રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન નજીક રેસકોર્સ રિંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ વાહન ચેકીંગ માં હતો જે દરમિયાન ત્યાંથી પસાર થતી i20 કાર ને અટકાવવામાં આવી હતી જો કે આ કારચાલક યુવતી એ કાર રોકવા બદલે ત્યાંથી નાસી હતી. જેનો પીછો કરી પોલીસે બહુમાળી ભવન ચોક નજીક અટકાવી હતી. કાર અટકાવી પૂછતાં ઇમરજન્સી છે હોસ્પિટલ કામથી જવું છે માટે કાર ઉભી ન રાખી હોવાની રટણ રટ્યું હતું. બાદમાં રાજકોટમાં મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની કારચાલક  દીકરી વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ યુવતી અને તેની માતાને પ્રદ્યુમન નગર પોલીસ લઇ જવામાં આવતા પોલીસ સ્ટેશન ખાતે  મહિલા PSI કે.જી.જલવાણી સાથે ઝપાઝપી થઇ હતી. જેમાં PSIને ગળાના ભાગે નખ વાગતા  સામાન્ય ઇજા પહોંચી હતી.

fallbacks
(મહિલા પીએસઆિ કે.જી જલવાનીને ગળાના ભાગે નખ વાગ્યો)

અમેરિકાની જેમ જ ગુજરાતનાં પોલીસ અધિકારીઓના ખભે લાગશે હાઇટેક કેમેરા

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે માસ્કનાં મુદ્દે ઘર્ષણ થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. જો કે આ કિસ્સામાં મહિલાએ તુમાખી કરી અને પોલીસ ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોવા છતા ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડતા મહિલા PSI કે.જી.જલવાણી ને પોતે સાચી હોવા છતા પણ ન માત્ર નમવું પડ્યું હતું. આ ઉપરાંત મહિલાનાં ગળાનાં ભાગે તે યુવતી દ્વારા નખ મારીને ઇજા પણ પહોંચાડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More