Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ

રાજકોટ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જેઓ ઓટોરીક્ષામાં બેસી પેસેન્જરોની કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.
 

 રાજકોટમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી ચોરીને અંજામ આપતી ગેંગની ધરપકડ

રક્ષિત પંડ્યા/રાજકોટઃ  જો તમે રાજકોટમાં રીક્ષામાં મુસાફરી કરો છો તો થઇ જજો સાવધાન, કારણ કે, રાજકોટ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જેઓ ઓટોરીક્ષામાં બેસી પેસેન્જરોની કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

fallbacks

શું છે ઘટના
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, આઠેક દિવસથી રાજકોટમાં રિક્ષામાં પેસેન્જરનાં દાગીનાં અને રોકડ ચોરી થવાના અનેક બનાવો સામે આવ્યા હતા. જેમાં અઠવાડીયા પહેલા માયાણીનગરમાં રહેતા વસુમતીબેન નામનાં 60 વર્ષિય મહિલાએ એ-ડિવિઝન પોલીસમાં 17 હજાર રૂપીયા રીક્ષામાં મુસાફરી સમયે ચોરી થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાવી હતી ત્યારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને આ પ્રકારની રીક્ષા ગેંગની બાતમી મળી હતી. જેને આધારે શંકાસ્પદ રીક્ષા ચાલકોની પૂછપરછ કરતા આરોપી નરેશ ઉર્ફે ઝીણી દુધરેજીયા ચોરીમાં હોવાની હકીકત સામે આવતા પોલીસે ગોંડલ રોડ પર આવેલ ઓવરબ્રિજ નીચેથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.

કોરોનાના કેસ વધતા જામનગર ગ્રેઇન માર્કેટ હવે માત્ર પાંચ કલાક જ ખુલ્લું રહેશે

કઈ રીતે કરતા ચોરી?
પોલીસનાં કહેવા પ્રમાણે આરોપી સુનિલ ઉર્ફે અનો ચુડાસમા અને નરેશ ઉર્ફે ઝીણી દુધરેજીયા રીક્ષા ચલાવતા હતા જ્યારે આરોપી રેખા વિજય સોલંકી અને તેનાં અન્ય સાગરીત રાજેશ ડાયા પરમાર અને ગંગા રાજેશ પરમાર રીક્ષામાં પેસેન્જર તરીકે બેસીને ચોરીને અંજામ આપતા હતા. રસ્તામાં એકલ દોકલ પેસેન્જરને બેસાડતા હતા. રીક્ષામાં બેઠેલી મહિલા નજર ચુકવીને પેસેન્જરનાં સોનાના દાગીના અને રોકડ સેરવી લેતા હતા. હાલ તો પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ  કરતા તેઓ આજ પ્રકારનાં ગુનાઓમાં 7 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. ત્યારે આરોપીઓની પોલીસે પુછપરછ કરી ત્રણસોનાની બંગડી અને 17 હજાર રોકડા મળી 40 હજારનોમુદ્દામાલ રીકવર કર્યો હતો અને ફરાર આરોપી રાજેશ પરમાર અને તેની પત્ની ગંગા પરમારની શોધખોળ શરૂ કરી છે.

રાજકોટ પોલીસે રીક્ષામાં બનતા ગુનાઓને રોકવા ટી નંબર પણ લગાવ્યા છે. જોકે અમુક અંશે ગુનાઓ પર કાબુ આવ્યો છે. પરંતું રીક્ષામાં બનતા ગુનાઓ અટકવાનું નામ લેતા નથી. ત્યારે પોલીસે ઝડપી લીધેલી આ રીક્ષા ગેંગની પુછપરછમાં કેટલા ગુનાઓ પરથી પરદો ઉચકાય છે તે જોવું રહ્યું.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More