Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં પુરપાટ ઝડપે આવેલી નંબર વગરની ગાડીએ યુવાનને ઉડાવ્યો, ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું

શહેરમાં અકસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. આજે ન્યારી ડેમ રોડ પર કાર ચાલકે બાઇકને ઉલાળી 150 ફૂટ સુધી ઘસડ્યું હતું. જેમાં વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ  પરિવારના આધારસ્તંભ અને જુવાનજોદ દિકરા મશરૂ નાગજીભાઇ ટોયટા (ઉ.વ 18)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મશરૂ નોકરીએ જવા માટે બાઇક પર નિકળ્યો હતો જો કે કાળમુખી ગાડીએ તેનું જીવન હણી લીધું હતું. વીરડા વાજડીના મશરૂ નાગજીભાઇ ટોયટા પોતાના પરિવાર સાથે રહે છે. પોતે ફર્નિચરના શોરૂમમાં નોકરી કરતો હતો. સવારે ટિફિન લઇને નોકરી જવા માટે બાઇક પર નિકળ્યો હતો. 

રાજકોટમાં પુરપાટ ઝડપે આવેલી નંબર વગરની ગાડીએ યુવાનને ઉડાવ્યો, ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું

રાજકોટ : શહેરમાં અકસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. આજે ન્યારી ડેમ રોડ પર કાર ચાલકે બાઇકને ઉલાળી 150 ફૂટ સુધી ઘસડ્યું હતું. જેમાં વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ  પરિવારના આધારસ્તંભ અને જુવાનજોદ દિકરા મશરૂ નાગજીભાઇ ટોયટા (ઉ.વ 18)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મશરૂ નોકરીએ જવા માટે બાઇક પર નિકળ્યો હતો જો કે કાળમુખી ગાડીએ તેનું જીવન હણી લીધું હતું. વીરડા વાજડીના મશરૂ નાગજીભાઇ ટોયટા પોતાના પરિવાર સાથે રહે છે. પોતે ફર્નિચરના શોરૂમમાં નોકરી કરતો હતો. સવારે ટિફિન લઇને નોકરી જવા માટે બાઇક પર નિકળ્યો હતો. 

fallbacks

PICS: Gujarat માં આવેલું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં 5000 કરોડ રૂપિયા ડિપોઝિટ

ન્યારી ડેમવાળા રસ્તે હતો ત્યારે ન્યારી ડેમ તરફથી પુરપાટ ઝડપે આવેલી નંબર વગરની ગાડીએ તેને ટલ્લો મારતા તે બાઇક પર ફંગોળાયો હતોઆશરે દોઢસો ફુટ સુધી ઘસડાયા બાદ તે રોડ પરથી ફેંકાઇ ગયો હતો. જો કે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે વાજડીના ગામલોકોએ અકસ્માત સર્જનારા ત્રણેય યુવાનોને ઝડપી લીધા હતા. તત્કાલ પોલીસનો સંપર્ક કરીને ત્રણેયને પોલીસને સોંપ્યા હતા. હાલ તો પોલીસે ત્રણેયની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Gujarat Corona Update: નવા 23 કેસ, 24 દર્દી સાજા થયા, 01 દર્દીનું મોત

અત્રે નોંધનીય છે કે, ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવનારા મશરૂને ચાર ભાઇ અને બે બહેનોમાં બીજા નંબરે હતો. શોરૂમમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. માતાનું નામ અમુબેન છે. યુવાન દિકરાના મોતથી ટોયટા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જો કે ગાડી ત્રણ પૈકી કોણ ચલાવી રહ્યું હતું તે અંગે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More