Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રમાં શહેરી લોકો આવતા ગામડાના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યાં

કોરોનાને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દે ખુબ જ ડર જોવા મળી રહ્યો છે. હાલમાં જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે લોકો પોતાનાં વતન પરત ફરવા માંગતા હોય તેમને પરત ફરવા દેવામાં આવશે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો અત્યાર સુધી સુરક્ષીત હતા પરંતુ હવે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે હવે શહેરી લોકો ગામમાં આવતા ગામના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં શહેરી લોકો આવતા ગામડાના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યાં

અમદાવાદ : કોરોનાને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ડરનો માહોલ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુદ્દે ખુબ જ ડર જોવા મળી રહ્યો છે. હાલમાં જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે લોકો પોતાનાં વતન પરત ફરવા માંગતા હોય તેમને પરત ફરવા દેવામાં આવશે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો અત્યાર સુધી સુરક્ષીત હતા પરંતુ હવે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે હવે શહેરી લોકો ગામમાં આવતા ગામના લોકો વાડી વિસ્તારમાં જતા રહ્યા છે.

fallbacks

સુરત: કેમિકલ ભરેલું ટેન્કર ટ્રેલર પાછળ અથડાતા ડ્રાઇવરનું કેબિનમાં જ સળગીને ભડથું

સુરેન્દ્રનગર જિલ્લાનાં એક ગામમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવતા ગામનાં તમામ લોકો ગામ છોડીને વાડી વિસ્તારમાં જતા રહ્યા છે. 10 દિવસ સુધી ચાલે એટલું રાશન લઇને તમામ લોકો વાડી વિસ્તારમાં જતા રહેતા સમગ્ર ગામ ઉજ્જડ બની ગયું છે. તમામ લોકો પોતપોતાનાં વાડીઓમાં જતા રહ્યા છે.

પોઝિટિવ સમાચાર: સુરતને બાદ કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાત કોરોના મુક્ત થવાથી 2 કદમ દુર

સુરેન્દ્રનગર જિલ્લાનાં મૂળી તાલુકાનું આસુન્દ્રાળી ગામ હાલ ઉજ્જડ બન્યું છે. ગામના ઉપ સરપંચના પત્ની અને ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાં 700 લોકો ગામ છોડીને વાડી વિસ્તારમાં જતા રહ્યા છે. લોકોમાં કોરોના મુદ્દે ગભરાટનો માહોલ છે. હાલ તો વાડી વિસ્તારમાં રહેલા લોકોમાં ફફડાટ છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાનાં અનેક ગામડાઓ ખાલીખમ થઇ ગયા છે. માત્ર શહેરમાંથી જ આવેલા લોકો ગામમાં રહી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More