બુરહાન પઠાણ/આણંદ : જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં ભરોડા ગામની પ્રાથમિક શાળામાં ગત શુક્રવારે હત્યા કરાયેલી યુવકની લાશ મળી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર ચાર મિત્રોને ઝડપી પાડી હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરોડા ગામની પ્રાથમિક શાળામાંથી ગત શુક્રવારે બપોરે ગામમાં રહેતા શ્રવણકુમાર ભોઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકને કોઈ અજાણ્યા શખ્સોએ માથાની પાછળનાં ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાનું જણાતા ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Rajkot: જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં છૂટ બાદ હવે લોકોએ શેરી ગરબાને મંજૂરી આપવાની કરી માંગ
ખંભોળજ પોલીસે તપાસ હાથ ધરતા શ્રવણકુમાર બનાવનાં દિવસે ચાર જેટલા મિત્રો સાથે શાળાનાં કંપાઉન્ડમાં બેઠો હોવાની માહીતી મળતા પોલીસે એક પછી એક ચાર મિત્રોને ઝડપી લઈ તેઓની પુછપરછ કરતા ચારેય મિત્રોએ શ્રવણકુમાર સાથે પૈસા બાબતે ઝધડો થતા તેઓએ તેને ઓટલા પર પછાડીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર, લાખો લોકોએ લીધી મુલાકાત
મિત્રોએ જ મિત્રની હત્યા કરી હતી, હત્યાનો ભેદ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ચારેય જણાની વધુ પુછપરછ કરતા તેઓની પાસે શ્રવણકુમાર પૈસા માંગતો હોઈ અને પૈસા બાબતે અવારનવાર ઝધડા થતા હોઈ તેઓએ પૈસા આપવા પડે નહી તે માટે હત્યા કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. પોલીસે મિત્રની હત્યા કરનાર આરોપીઓ શૈલેષ ઉર્ફે ચેટી નટુભાઈ ભોઇ, જય ઉર્ફે જલો હર્ષદભાઈ ભોઇ અને પ્રતિક ઉર્ફે શંભુ રમેશભાઈ ભોઈની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે