તેજસ દવે/મહેસાણા: નગરપાલિકા દ્વારા આજથી 4 માસ પહેલા ખાનગી કંપનીના ચાર્ટડ પ્લેન સહિતની તમામ જગ્યા અને મિલ્કતને સીલ મારવામાં આવ્યું હતું. જે મિલ્કત સહિત ગુજરાતમાં પ્રથમ વાર કોઈ પાલિકાએ પ્લેન જાહેર હરાજીમાં મૂક્યું હોય તેવા પ્રથમ બનાવમાં આજે હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ 3 વ્યક્તિની ડિપોઝીટ બાદ પણ કોઈ ન આવતા આજે જાહેર હરાજી રદ કરવામાં આવી છે. જે આવનારા સમયમાં ફરીવાર કરવામાં આવશે.
મહેસાણામાં ગુજરાતમાં પ્રથમવારનો બનાવ બનવા ગયો છે. જેમાં મહેસાણા નગર પાલિકા દ્વારા એક બે નહીં પરંતુ કુલ 4 ચાર્ટડ પ્લેનની આજે જાહેર હરાજી કરવા માટેની તજવીજ કરવામાં આવી હતી. જેમાં જે 3 વ્યક્તિઓએ આ હરાજીમાં પ્લેન સહિતનો સમાન ખરીદવા માટે ડિપોઝીટ પણ ભરી હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા પાલિકાની વેરાની રકમ જે લેવાની નીકળતી હતી. તે રકમ ખાનગી કંપની દ્વારા ન ભરવામાં આવતા 4 પ્લેનની આજે હરાજી કરવામાં આવી હતી.
ત્રિપલ એ કંપની મહેસાણાના એરોડરામમાં બાળકોને પાયલેટ બનવાવની તાલીમ આપે છે. જેના ટેક્સની રકમ ન ભરતા તેના મુદ્દામાલ સહિત 4 પ્લેન સીલ કરવામાં આવ્યા છે. જ્યારે રકમ બાકી હોવા છતાં પણ પાલિકાની જાણ બહાર સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા હાલમાં બીજી કંપનીને આ જગ્યા આપવામાં આવી છે. જે સાથે 3 વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લેવા ડિપોઝીટ કરી હતી. તે ત્રણે હાજર ન રહેતા અનેક શંકા કુશંકા કોંગ્રેસના કોર્પોરેટરએ સેવી હતી.
મહેસાણા નગરપાલિકા કોંગ્રેસ સંચાલિત પાલિકા છે. જેમાં વેરાની રકમ ભરપાઈ ન કરતા આ હરાજી કરવામાં આવી હતી. જેમાં હરાજીના 3 એજન્સીએ ડિપોઝીટ પણ કરાવી હતી. 3 એજન્સી અચાનક ઓક્શન સમયેજ આજે સૂચક ગેરહાજર રહેતા આજની જાહેર હરાજી પાલિકા દ્વારા રદ કરાઈ હતી. મહેસાણા અને અમદવાદની આ ત્રિપલએ એવિએશન કંપનીનો બાકી વેરો વસૂલવા કોર્ટમાં પણ કરાયવાહી ચાલુ છે.
ટ્રિપલએ એવિએશન કંપનીનો કુલ રૂ.5.65 કરોડ વેરો હાલમાં બાકી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં ફરી હરાજી હાથ ધરવામાં આવશે અને હરાજીમાં 3 એજન્સીની ડિપોઝીટ સહિત મામલે બોર્ડ નક્કી કરે તે પ્રમાણે ડિપોઝીટ જપ્ત કરશે તેમ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરએ જણાવ્યું હતું.
અમદાવાદ RTOની મેગા ડ્રાઇવ: સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરનાર સામે કાર્યવાહી
જુઓ LIVE TV
મહેસાણા નગરપાલિકાની 5 કરોડ કરતા પણ વધુ રકમ લેવાની નીકળે છે. અને આ રકમ કોર્ટ મારફત સહિત ચેક રિટર્નના કેશ પણ હાલમાં ચાલુ છે. જ્યારે હરાજી સમયે કોઈ હાજર ન રહ્યું અને બીજી કંપની હાલમાં ચાલુ પણ થઇ જતા આ સમગ્ર મામલો મહેસાણા નગર પાલિકા માટે માથાના દુખવા સમાન બનવા ગયો છે. અને રાજ્યમાં વેરા વસુલાતમાં કોઈ પાલિકા પ્લેનની હરાજી કરતી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે