મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષના સમયમાં આશરે રૂપિયા 3.52 કરોડથી વધુની છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. ત્યારે માત્ર સીમ સ્વેપિંગ કરી છેતરપીંડી થયાનાં રાજ્યભરમાં 8 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાયા અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તાજેતરમાં જ આવી જ મોડસ ઓપરેંડીથી છેતરપિંડી કરનાર 6 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા છે. ત્યારે કેવી રીતે થાય છે આ સીમ સ્વેપિંગ થી છેતરપિંડી? અને સીમ સ્વેપિંગથી કેવી રીતે બચવું તે માટે સાયબર ક્રાઈમ દ્વારા એક પ્રેઝન્ટેશન તૈયાર કરી સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે જે લોકો માટે ફાયદાકારક છે તેટલો નુક્શાનભર્યો પણ સાબિત થઈ શકે છે. પરંતુ સાયબર ક્રાઈમના ભોગ બનતા કેટલીક જરૂરી ટીપ્સ આપને બચાવી શકે છે આપણા કરોડો રૂપિયા કેવી રીતે આ સાયબર એટેક કરતી ટોળકીઓ કરોડો રૂપિયા પડાવી લે છે.
ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, આવી છે ‘રણનીતિ’
આ મોડસઓપરેંડી થાય છે ઉપયોગ
માર્કશીટ કૌભાંડ: 20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’
આ મોડસઓપરેંડીથી સિમસ્વેપ કરીને છેતરપિંડી આચરવામાં આવે છે. અને ગણતરીના કલાકોમાં જ બેંક ખાતામાં રહેલા લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી થઈ જાય છે. આવા રાજ્યમાં 8 જેટલા ગુનાઓ બન્યા છે. જેમા અત્યાર સુધી રૂપિયા 3.52 કરોડની છેતરપિંડી પોલીસ ચોપડે નોંધાઈ છે.
તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમમાં 82 લાખની છેતરપિડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 6 આરોપીની ધરપકડ કરી 40 લાખ રુપિયા જે એકાઉન્ટમાં હતા તેને બચાવી લેવામાં આવ્યા છે. આ ગુનામાં છેતરપિંડી થતા બાદ ગણતરીના સમયમાં રુપિયા દિલ્હી, કોલકત્તા, અને મુંબઈના બનાવટી એકાઉન્ટમાં જમા થાય છે અને તેને રોકડમાં ફેરવી લેવાતા હોય છે. અને કટ ઓફ સિસ્ટમ હોવાથી એક બે આરોપી કે જેના બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે, તેને ઝડપી લેવામાં આવે છે, પરંતુ મુખ્ય આરોપીઓ ઝડપાતા નથી. ત્યારે પોલીસનો સંપર્ક કરવાની સાથે સાથે ચેતવણી પણ રાખવી જરૂરી છે.
દેશમાં મેડિકલ અભ્યાસનું હબ બનશે ગુજરાત: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકો એ કેવી રીતે ચેતવુ
છેલ્લા કેટલાક સમયમાં સાયબર ક્રાઈમના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ફરિયાદીઓની પોતાની ચપળતા અને સજાગતા મહત્વની છે. કારણ કે, નાણાકિય છેતરપિંડીના ગુનામાં આરોપીઓ ગણતરીના સમયમાં રૂપિયા સગેવગે કરી દેતા હોય છે અને માત્ર આરોપી જ ઝડપાય છે. પરંતુ નાણા પરત મળવા મુશ્કેલ થઈ જાય છે. તો બીજી તરફ પોલીસ અવાર નવાર સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો ભોગ બનતા કેવી રીતે બચવુ તેની માહિતી પણ જાહેર કરતી હોય છે. જ્યાં સુધી લોકો સતર્ક નહી બને ત્યાં સુધી સાયબર ક્રાઈમને અટકાવવુ શક્ય નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે