Home> Gujarat
Advertisement
Prev
Next

મોડલ બનાવવાની લાલચે ઉદ્યોગપતિની દીકરીને બે યુવકોએ મુંબઇ બોલાવી અને પછી...

ઘાટલોડિયામાં સગીરાને મોડલિંગની લાલચ આપીને મુંબઈ બોલાવનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સગીરા ફસાય તે પહેલા જ સલામત શોધી કાઢી હતી. બાળકોના સોશિયલ મિડીયાના ક્રેઝનો આ કિસ્સો દરેક મા-બાપ માટે ચેતવણી રૂપ છે. ત્યારે આ નબીરાઓનો સગીરાને બોલાવવા પાછળ શું ઈરાદો હતો તેને લઈને તપાસ શરૂ કરવામા આવી.

મોડલ બનાવવાની લાલચે ઉદ્યોગપતિની દીકરીને બે યુવકોએ મુંબઇ બોલાવી અને પછી...

મૌલિક ધામેચા/અમદાવાદ : ઘાટલોડિયામાં સગીરાને મોડલિંગની લાલચ આપીને મુંબઈ બોલાવનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સગીરા ફસાય તે પહેલા જ સલામત શોધી કાઢી હતી. બાળકોના સોશિયલ મિડીયાના ક્રેઝનો આ કિસ્સો દરેક મા-બાપ માટે ચેતવણી રૂપ છે. ત્યારે આ નબીરાઓનો સગીરાને બોલાવવા પાછળ શું ઈરાદો હતો તેને લઈને તપાસ શરૂ કરવામા આવી.

fallbacks

GUJARAT બની રહ્યું છે બ્રાઝીલ? એટલું ડ્રગ્સ ઝડપાયું છે કે જોઇને તમારી આંખો ચકરાઇ જશે

પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ બન્ને આરોપી આદિલ શેખ અને ઓવેજ શેખએ સગીરાને મોડલ બનાવવાની લાલચ આપીને મુંબઈ બોલાવી. પરંતુ પોલીસની સતર્કતાના કારણે સગીરાને વડોદરા રેલવે સ્ટેશનથી પોલીસે શોધી કાઢી. આરોપીઓએ સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા  કેળવી બોમ્બે માં મોડેલિંગ અને ડાન્સિંગ માં ઓડિશનની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. આ બન્ને યુવકોની વાતમા આવીને સગીરા ઘરેથી નીકળી ગઈ. માતા-પિતાને દિકરી ઘરે નહિ હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક કરવામા આવ્યો. ઘાટલોડીયા પોલીસે ગણતરીના કલાકોમા સગીરા મુંબઈ પહોચે તે પહેલા જ વડોદરા રેલવે  સ્ટેશનથી શોધીને પરિવારનો સોપી છે.

દરેક ઘરમાં વિભિષણ અને મંથરાઓ હોય છે, જેના કારણે આખુ ઘર બરબાદ થાય છે: નીતિન પટેલ

ઘાટલોડિયા પોલીસે મુંબઈના બાંદ્રા ખાતેથી આદિલ શેખ અને ઓવેજ શેખની ધરપકડ કરી છે.દોઢ વર્ષ પહેલાં સગીરા અને આરોપી આદિલ શેખ સોશિયલ મિડીયા મારફતે સંપર્કમા આવ્યા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. આ દરમ્યાન આદિલનો મિત્ર ઓવેજ શેખે પણ સગીરા સાથે મિત્રતા કેળવી હતી. સગીરાને મોડલ બનવાનો શોખ હતો જેથી બન્ને આરોપીઓએ મોડલ બનાવવાનો વિશ્વાસ આપીને સગીરાને મુંબઈથી ખાતે મોડેલિંગ અને ડાન્સિંગનાં ઓડિશનની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. જોકે સગીરાએ મુંબઈ જવાનીનાં પડતા આરોપીઓ એ અશ્લીલ ફોટા મોકલી અને ગાળો લખી અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી આપતા સગીરા અમદાવાદ ટ્રેન મારફતે બોમ્બે જવા નીકળી ગઈ હતી. આ બન્ને આરોપીઓ મુંબઈમા મજુરી કરે છે. ઘાટલોડીયા પોલીસે હાલ તો બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. અને અગાઉ આ આરોપીઓએ કોઈ યુવતી સાથે આ પ્રકારનુ કુત્ય કર્યુ છે કે નહિ તે મુદ્દે પુછપરછ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More