Home> Gujarat
Advertisement
Prev
Next

સસ્તા સોનાના નામે ઠગાઇ કરનારી ટોળકી ઝબ્બે, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી ઉઠશો

સસ્તામાં સોનુ આપવાની લાલચે 17 લાખનું ચીટીંગ કરનારી નવાબ આણિ મંડળીની ધરપકડ 3 આરોપીને પોલીસે ઝડપી લીધા. રાજસ્થાનના યુવકને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી 17 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરનારાં ભુજના નવાબ હારૂન ત્રાયા સહિતની ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચીટીંગના આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટૂકડી બનાવી હતી. પીઆઈ  હેડ કોન્સ્ટેબલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ભુજના નાગોર ફાટક પાસેથી તેમને દબોચી લેવાયાં હતા.

સસ્તા સોનાના નામે ઠગાઇ કરનારી ટોળકી ઝબ્બે, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી ઉઠશો

રાજેન્દ્ર ઠાકર/ભુજ : સસ્તામાં સોનુ આપવાની લાલચે 17 લાખનું ચીટીંગ કરનારી નવાબ આણિ મંડળીની ધરપકડ 3 આરોપીને પોલીસે ઝડપી લીધા. રાજસ્થાનના યુવકને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી 17 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરનારાં ભુજના નવાબ હારૂન ત્રાયા સહિતની ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચીટીંગના આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટૂકડી બનાવી હતી. પીઆઈ  હેડ કોન્સ્ટેબલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ભુજના નાગોર ફાટક પાસેથી તેમને દબોચી લેવાયાં હતા.

fallbacks

ગાંધીનગર: હોળી બાદ સળગતા અંગારા પર ચાલે છે લોકો, રસ્તા પર હોય છે અંગારા જ અંગારા

પોલીસે નવાબ હારૂન ત્રાયા, હસન હનીફ નોડે અને ઈકબાલ મામદ ચૌહાણની ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસે આરોપીઓએ ચીટીંગ કરી મેળવેલાં તમામ 17 લાખની રોકડ રકમ કબ્જે કરી લીધી છે. પોલીસે 17 લાખની રોકડ ઉપરાંત ગુનામાં વપરાયેલી 13 લાખની ક્રેટા કાર, 15 હજાર 500ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ 30 લાખ 15 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નવાબ ત્રાયા ભુજનો નામચીન ઠગ છે. નવાબ સામે અગાઉ પણ બે ચીટીંગની ફરિયાદો નોંધાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More