વડોદરાઃ રાજ્યમાં કોરોના બેકાબુ બની ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો વડોદરામાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર લઈ રહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ ખરાબ થતા તેમને વધુ સારવાર માટે મોડી રાત્રે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તેઓ છેલ્લા એક સપ્તાહથી વડોદરાની માંજલપુર ખાતેની બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા.
ભરતસિંહ ત્યાં હાઈફ્લો ઓન ઓક્સિજન થેરાપી પર હતા. ત્યાંથી તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે