Home> Gujarat
Advertisement
Prev
Next

તુ તો માત્ર નામનો પતિ છે, મારા બનેવી જ મારી જાન છે, મહિલાના પતિને હાર્ટ એટેક

પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમસંબંધની જાણ પતિને થાત પત્ની અને તેના પ્રેમીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિએ હાર્ટ એટેકઆવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી-બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

તુ તો માત્ર નામનો પતિ છે, મારા બનેવી જ મારી જાન છે, મહિલાના પતિને હાર્ટ એટેક

વડોદરા : પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમસંબંધની જાણ પતિને થાત પત્ની અને તેના પ્રેમીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિએ હાર્ટ એટેકઆવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી-બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

fallbacks

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા હિરેનભાઇ ચૌહાણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2020 દરમિયાન તેમના લગ્ન ચંચલ તોરણિયા સાથે થયા હતા. લગ્ન બાદ ચંચલનો બનેવી મલકેશ રાજોરા અવાર નવાર ચંચલ સાથે ફોન પર વાતો કરીને અપશબ્દ બોલીને દાહોદ પરત આવવા માટે દબાણ કરતો હતો. 

પત્ની ચંચલે જણાવ્યું કે, મારા બનેવી મલકેશ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ છે. મલકેશ મને લેવા આવી રહ્યો છે અને તમારે કબાબમાં હડ્ડી બનવાની જરૂર નથી. તું માત્ર નામનો પતિ છે. આગળના પતિને જે પ્રકારે ગુમ કર્યો તેમ તારો પણ કોઇ પતો નહી લાગે. પત્નીએ ધમકી આપતા હિરેનભાઇને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ મુકેશ પોલીસ સાથે હિરેનના ઘરે પહોંચ્યા અને જણાવ્યું કે, ચંચલ મારી પ્રેમિકા છે, તુ અમારા વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ. 

બીજી તરફ પત્નીએ હિરેન ચૌહાણ સહિત સાસરી પક્ષનાં પાંચ સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાસરીયા ભેગા મળી દહેજની માંગ કરીને વારંવાર શારીરિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. દહેજ પેટે પિયરમાંથી દાગીના ટુ વ્હીલરવાહન લાવવા દબાણ કરીને ઘરમાંથી કાઢી મુકી છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે સ્ત્રી અત્યાચાર દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More