Home> Gujarat
Advertisement
Prev
Next

જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...

  જૂનાગઢમાં ઓનર કિલિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વંથલી નજીક કેશોદ હાઇવે પર પ્રેમી યુગલની હત્યા થઇ હતી. માંગરોળ તાલુકાનાં દરસાલી ગામનાં યુવક અને યુવતીએ ચારેક મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનાં આઘાતમાં યુવતીનાં પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.

જૂનાગઢમાં ઓનર કિલિંગ? પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા પિતાની આત્મહત્યા અને ભાઇએ...

જૂનાગઢ:  જૂનાગઢમાં ઓનર કિલિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વંથલી નજીક કેશોદ હાઇવે પર પ્રેમી યુગલની હત્યા થઇ હતી. માંગરોળ તાલુકાનાં દરસાલી ગામનાં યુવક અને યુવતીએ ચારેક મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનાં આઘાતમાં યુવતીનાં પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.

fallbacks

સાઉથ આફ્રીકાથી ફોન આવ્યો બાબુ કો ઉડા દો બાકી સબ મે દેખુંગા, તુમ સબકો ખુશ કર દુગા, બીજા દિવસે મળી યુવકની લાશ

જો કે પ્રેમ લગ્ન કરનાર દંપત્તી અને યુવકની બહેન કેશોદથી જુનાગઢ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી આવેલા એક બાઇકે યુવક પર કુહાડીથી હુમલો કર્યો હતો. જેથી દંપત્તી અને યુવકની બહેન ફંગોળાઇને નીચે પડ્યા હતા. હુમલા ખોરોએ નીચે ઉતરીને દંપત્તીની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે યુવતીની બહેનને દુર રહે નહી તો તને પણ મારી નાખીશું કહીને તેને દુર ખસેડી દીધી હતી. હાલ યુવતીની સારવાર ચાલી રહી છે. જ્યારે પ્રેમ લગ્ન કરનાર દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 

સુરતમાં પોલીસ વાન અંધારામાં અચાનક સ્પીડથી દોડવા લાગી અને અચાનક પલ્ટી મારી ગઇ અને...

સંજય રામસીભાઇ રામ અને ધારા સંજય રામે ચારેક મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ રાજકોટ રહેતા હતા. આજે સંજય રામ, તેની પત્ની અને બહેન વનિતાને લઇને કેશોદખી જુનાગઢ જઇ રહ્યો હતો. જ્યાં વંથલી પેટ્રોલ પમ્પ પર તેમના પર હુમલો થયો હતો જેમાં સંજય અને તેની પત્ની ધરાની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે. મુદ્દો પ્રેમ પ્રકરણનો હોવાથી યુવતી અને યુવકનાં પરિવારની પણ તપાસ થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More