Home> Gujarat
Advertisement
Prev
Next

કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને બનાવતા ટાર્ગેટ...

રાજકોટના મવડી કણકોટ રોડ પર લાલુભાઇ ટાઉનશીપમાં રહેતા 62 વર્ષના પુષ્પાબેન નકુમેં તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 14ના રોજ મવડી પાળ રોડ પર આવેલ રામધણ આશ્રમ દર્શન કરવા ગયેલ હતા.

કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને બનાવતા ટાર્ગેટ...

ગૌરવ દવે/રાજકોટ: જો તમે અજાણ્યા શખ્સો પર વિશ્વાસ વધુ કરતા હોય તો ચેતી જજો. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. વૃધ્ધ મહિલાઓને ઘેનની દવા પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી નાસી છૂટતી બંટી-બબલીને તાલુકા પોલીસે દબોચી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ત્યારે જૂઓ કોણ છે આ બંટી બબલી અમારા આ રિપોર્ટમાં..

fallbacks

આવી ગયા આકાશમાં વાદળો! પવનની દિશા બદલાતા આ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું! અહીં વરસાદ

  • રાજકોટમાં અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરતા..
  • ચામાં ઘેનની દવા નાખી લૂંટારા થયા સક્રિય..
  • વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ...
  • પોલીસે બંટી-બબલીની કરી ધરપકડ..

BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત

રાજકોટના મવડી કણકોટ રોડ પર લાલુભાઇ ટાઉનશીપમાં રહેતા 62 વર્ષના પુષ્પાબેન નકુમેં તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 14ના રોજ મવડી પાળ રોડ પર આવેલ રામધણ આશ્રમ દર્શન કરવા ગયેલ હતા. જયાં તેઓને દવાખાને જવું હોય જેથી સાવન ચોક પાસે પહોંચતા એક અજાણ્યા બહેન અને ભાઇ આવેલ અને કહેલ કે અમારે પણ દવાખાને જવું છે. ચાલો તમને સરકારી દવાખાને લઇ જવું બાદમાં અજાણી મહિલાએ ઘેની ચા પીવડાવેલ જેથી તેઓ અર્ધબેભાન અવસ્થામાં પહોંચેલ હતા ત્યારે મહિલાએ બે ફડાકા ઝીંકી સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. 

ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી

બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસના સ્ટાફને મળેલ ચોકકસ બાતમીના આધારે 150 ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોક પાસેથી લૂંટ ચલાવનાર એભા કમા વાઘેલા અને નાથીબેન એભા વાઘેલાને ઝડપી પાડી સઘન પુછતાછ હાથ ધરતા તેને અગાઉ માધાપરના નાથીબેન પરમાર નામના 63 વર્ષીય વૃધ્ધાને પણ ગત તા. 23-12-2024ના કેફી પદાર્થ ભેળવી લચ્છી પાઇ લૂંટ ચલાવી હોવાનું પણ કબુલ્યું હતું. તેમજ તિલક પ્લોટમાં રહેતા જાનાબેન ખીમસુરીયા નામ 6પ વર્ષીય વૃધ્ધાને પણ સરબતમાં કેફી પદાર્થ ભેળવી લૂંટી લીધા હતા. તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ નોંધાયેલ લૂંટના બનાવનો પણ ભેદ ઉકેલાયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. 

આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story

શું હતી મોડેશ ઓપરેન્ડી ?
DCP જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જ પોતાનો ટાર્ગેટ બનાવતા હતા. મોડેશ ઓપરેન્ડી એવી હતી કે, બંટી ઔર બબલી ઘેનની દવાઓ મેડીકલમાંથી ખરીદી તેનો ભૂકકો કરી સાથે રાખતા હતા. અશક્ત મહિલા રોડ પર ભેગી થાય તો તેને મદદના બહાને કોઈ પણ પીણામાં ભેળવી વૃધ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓને ઘેની પીણુ પીવડાવી લૂંટ ચલાવવાની લેતા હતા. આરોપીઓ વિરુદ્ધ કુલ 4 ગુનાઓ નોંધાયા છે તેની વિગતો લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી

હાલ તો પોલીસે આ લૂંટારું બંટી-બબલીની ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે. જોકે પોલીસ રિમાન્ડ આરોપીઓ કેટલા ગુનાઓના ભેદ ખોલે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More