મિતેશ માલી/પાદરા: ભારે વરસાદને પગલે પાદરા તાલુકામાં શાકભાજના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો તમામ શાકભાજીના ભાવ ડબલ થયા છે. બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદની અસરથી શાકભાજીના પાકમાં ભારે નુકસાન થયું છે. જેથી હાલ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરના પાદરમાં મધ્ય ગુજરાતના સૌથી મોટા માર્કેટ સરદાર શાક માર્કેટમાં પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધીની સૌથી ઘાતકમાં ઘાતક આગાહી, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મેઘતાંડવની આગાહી
સરદાર શાક માર્કેટમાં શાકભાજીના પાકની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો છે. પહેલાં વાલોળના 80 રૂપિયા હતા જે વધીને હાલ એક કિલોના 100 રૂપિયા થયા છે. જ્યારે 80થી 100 રૂપિયામાં મળતી તુવેર હાલ 140 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા સરદાર શાક માર્કેટમાંથી થતા ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર જોવા મળી રહી છે.
પાટીદારોની દૂરંદેશી! ટૂંકા વસ્ત્રો પહેરી આવનારને મંદિરમાંથી જ પહેરાવાય છે બીજા કપડાં
પહેલા બીપરજોય વાવાઝોડાએ રાજ્યભર માં તારાજી સર્જી ત્યાર બાદ હવે ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના મહામુલા પાકને નુકશાન થવા પામ્યું ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે પાદરા તાલુકાના સરદાર શાક માર્કેટમાં શાકભાજી ઓછું આવતા શાકભાજીના ભાવ વધ્યા છે.
400 બાળકોની હત્યા કરનાર 'ડાકણ'ની કહાની, આ મહિલાએ શા માટે કરી માસુમ બાળકોની હત્યા?
આમ તો રાજ્યભરમાં જાણીતું અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું શાક માર્કેટ સરદાર શાક માર્કેટ કે જ્યાંથી અલગ અલગ રાજ્યો સહિત વિદેશમાં પણ શાકભાજી ટ્રાન્સપોર્ટ થતું હોય છે ત્યારે પાદરાના આ શાક માર્કેટમાં શાકભાજીનો ભાવ વધ્યો છે જેમ કે શાકભાજીમાં વાલોડ -100 રૂપિયે વેચાઈ રહી છે જેનો ભાવ અગાઉ 80 રૂપિયે કિલો હતો તુવેર અગાઉ 80 થી 100 માં મળતી હતી અત્યારે 140 રૂપિયે કિલો વેચાઈ રહી છે સાથે અલગ અલગ શાકભાજીમાં ડબલ ભાવ જોવા મળી રહ્યો છે.
350 પર પહોંચ્યો GMP,ધરખમ કમાણીના સંકેત, કાલે ઓપન થશે આ કંપનીનો IPO, જાણો વિગત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે