Home> Gujarat
Advertisement
Prev
Next

IND vs AUS: આજે રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી જંગ, શું મુંબઈની હારનો બદલો લેશે ટીમ ઈન્ડિયા?

મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના  કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે. 

IND vs AUS: આજે રાજકોટમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીધી જંગ, શું મુંબઈની હારનો બદલો લેશે ટીમ ઈન્ડિયા?

અમદાવાદ :મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા (India vs Australia) ત્રણ મેચમાં વનડે સીરિઝમાં વાપસી માટે આતુર છે. શુક્રવારે બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા (Team India)ના  કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ કેટલાક બદલાવ કરવાના રહેશે. જોકે, જ્યાં મેચ પહેલા જ ઋષભ પંત આ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક બદલાવ કરી શકે છે. આવામાં એ જાણવુ જરૂરી છે કે, આખરે વિરાટ રાજકોટમાં કઈ પ્લેઈંગ ઈલેવનની સાથે ઉતરશે. 

fallbacks

દેશની બીજી તેજસ એક્સપ્રેસ આજથી અમદાવાદના પાટ પર દોડશે, રેલવે મંત્રી બતાવશે લીલીઝંડી

ટોપ-3માં શું બદલાવ થશે
શક્યતા છે કે, માત્ર એક મેચમાં કારમી હારને કારણે વિરાટ રોહિત, ધવન અને કેએલમાંથી કોઈને નહિ હટાવે. મુંબઈમાં ધવન અને કેએલએ મજબૂત બેટિંગ કરી હતી. પરંતુ ટીમ રનની રફ્તાર યોગ્ય રીતે કરી ન શકી. વિરાટ રાજકોટમાં ત્રણેય પ્લેયર પાસેથી એ જ આશા રાખશે કે, ત્રણેય તેજીથી રન બનાવે. 

કોનો હશે ચોથો અને પાંચમો ક્રમ
મુંબઈમાં વિરાટ કોહલી ચોથા ક્રમ પર આવ્યો હતો. જોકે, આ મેચમાં ક્રમ સાથે કોઈ વધુ લેવાદેવા નથી, પરંતુ તેમ છતા વિરાટ પોતાનો નંબર ફરીથી ત્રીજો કરી શકે છે. આવામાં કેએલ રાહુલ ચોથા ક્રમ પર આવી શકે છે. શ્રેયસ અય્યર ભલે મુંબઈમાં ચાલ્યો નહિ, પરંતુ તેનુ હટવુ મુશ્કેલ છે. 

2020ની શરૂઆતમાં જ ISROએ સર્જયો રેકોર્ડ, તાકાતવાર ઉપગ્રહ GSAT-30 કર્યો લોન્ચ

પંતની જગ્યા કોણ લેશે
ટીમમાં પંતની જગ્યા વિરાટ કોહલી કેદાર જાધવને આપી શકે છે. વિકેટ કીપર તરીકે સંજુ સૈમસન કે અન્ય કોઈને બોલાવવામાં આવ્યા નથી. આવામાં સ્પષ્ટ છે કે, વિરાટ ટીમમાં મજબૂત બેટિંગ ક્રમ ઈચ્છે છે. જાધવ ટીમને મજબૂતીની સાથે એક સ્પીનરનો વિકલ્પ આપી શકે છે. 

ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેયર
ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં આ નામ સામેલ હોઈ શકે છે. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, રવિન્દ્ર જાડેજા, યર્જુર્વેદ ચહલ/કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More