અમદાવાદ: ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાશે. બંને ટીમોએ આ ટેસ્ટ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેલાડી મેદાન પર જોરદાર પરસેવો વહાવી રહ્યા છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા (Hardik Pandya) નો ફોટો ઝડપથી સોશિયલ મીડિયા પર થઇ રહી છે.
શર્ટલેસ થયા હાર્દિક-ઉમેશ
ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની સ્ટાઇલને લઇને મોટાભાગે ચર્ચામાં રહે છે. તેમના શાનદાર ફિજિકની ચર્ચા પણ ખૂબ થાય છે. તાજેતરમાં જ હાર્દિકે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પોતાની તસવીર શેર કરી છે. આ ફોટોમાં હાર્દિક પોતાના સિક્સ પેક્સ એબ્સ બતાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ફોટામાં ખાસ વાત એ છે કે આ વખતે તેમની સાથે સાથે ઉમેશ યાદવ (Umesh Yadav) પણ પોતાની ફિટનેસને બતાવી રહ્યા છે.
બંને ખેલાડીઓએ તસવીરોમાં પોતાની શર્ટ ઉતરેલો છે અને સિક્સ પેક્સ એબ્સને ફ્લોન્ટ કરી રહ્યા છે. બંનેની ફિટનેસ જોઇ ફેન્સ તેમની જોરદાર પ્રશંસા કરી પણ કરી રહ્યા છે અને આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે ઉમેશ યાદવ (Umesh Yadav) ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ભારત પરત ફર્યા હતા. હવે ઇગ્લેંડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી રહ્યા છે.
ભારત-ઇગ્લેંડ વચ્ચે પહેલીવાર થશે પિંક બોલ ટેસ્ટ
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનાર ત્રીજી ટેસ્ટ પિંક બોલ દ્રારા રમાશે. આ પહેલો મોકો છે. જ્યારે ભારત અને ઇગ્લેંડ (IND VS ENG) ની ટીમો એકબીજાની વિરૂદ્ધ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડે-નાઇટ ટેસ્ટમાં કાંગારૂ ટીમ હાથમાં એડિલેડમાં શરમજનક હારનો સમાનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ભારત અને ઇંગ્લેંડ વિરૂદ્ધ રમાનારી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 1-1 થી બરાબર છે. એવામાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનાર આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે